સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધારક સિંહનું નિધન
લખનૌ, ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી (જીઁ)ના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન થયું છે. ૬૦ વર્ષીય સુધાકર સિંહને બે દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. સમાજવાદી પાર્ટીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી.
તેમના નિધનથી સમાજવાદી પાર્ટી સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. પાર્ટીએ ‘ઠ’ પર લખ્યું, “ઘોસી વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકર સિંહજીનું નિધન અત્યંત હૃદયવિદારક છે. તેમના અકાળે અવસાનથી તેમના પરિવાર, સમર્થકો અને સમાજવાદી પાર્ટીને અપૂર્ણીય ક્ષતિ થઈ છે.”
સુધાકર સિંહ એ જ નેતા હતા જેમણે ૨૦૨૨ની અત્યંત ચર્ચિત ઘોસી વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના દિગ્ગજ નેતા દારા સિંહ ચૌહાણને કાંટાની ટક્કરમાં હરાવીને જીત મેળવી હતી. આ જીતે પૂર્વાંચલ વિસ્તારમાં સમાજવાદી પાર્ટીને નવી મજબૂતી આપી હતી.
સુધાકર સિંહ લાંબા સમયથી પોતાના વિસ્તારમાં સક્રિય હતા અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક ગણાતા હતા. મઉ જિલ્લામાં જન્મેલા સુધાકર સિંહ ગ્રામીણ વિસ્તારોના મુદ્દાઓ પર હંમેશા પોતાનો અવાજ બુલંદ કરતા હતા.
તેઓ ખેડૂતો અને દલિત સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમના નિધનથી હવે ઘોસી વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેના પર ફરીથી પેટાચૂંટણી યોજાવાની સંભાવના છે, જે ફરી એકવાર રાજકીય પક્ષો વચ્ચે કાંટાની ટક્કરનું મેદાન બની શકે છે.SS1MS
