એપ્રિલ અને ઓક્ટોબર 2025 દરમિયાન સોનાની આયાત 461.85 ટનથી 2.3 ટકા વધીને 472.53 ટન થઈ
પ્રતિકાત્મક
એક્સપોર્ટ ટ્રેન્ડ, સોનાની આયાત, અને ગ્રોથ આઉટલૂક અંગે GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ માહિતી આપી
મુંબઈ, 19 નવેમ્બર 2025: (શ્રી કિરીટ ભણસાલી, ચેરમેન, જીજેઈપીસી ) “એપ્રિલ-ઓક્ટોબર અવધિ દરમિયાન વૈશ્વિકસ્તરે જે પડકારો સર્જાયેલ છે તેનાથી પ્રભાવિત વર્ષમાં ભારતની રત્નો તથા આભૂષણના ક્ષેત્રની સ્થિર અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પ્રગતિને દર્શાવે છે. આ સાત મહિનાના ગાળામાં અમારી નિકાસ 16.26 અબજ ડોલર રહી છે, જે ડોલરની દ્રષ્ટિએ 2.72 ટકાનો નજીવો ઘટાડો દર્શાવે છે,
જ્યારે રૂપિયાની દ્રષ્ટિએ તે 0.86 ટકા વધીને રૂપિયા 1,41,101.69 કરોડ રહેલ છે.હું આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત રિટેલ માંગની મદદથી સોનાના આભૂષણ, ચાંદીના આભૂષણ તથા પ્લેટિનના આભૂષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં વાર્ષિક-દર-વાર્ષિક મજબૂત વૃદ્ધિ જોવા ઉત્સાહિત છું. આ રુઝાન અમારા ઉદ્યોગની આંતરીક શક્તિ તથા સાનુકૂળ સ્થિતિ દર્શાવે છે.”
“જે પ્રમાણે અંદાજ હતો ઓક્ટોબર 2025 તુલનાત્મક રીતે નબળા રહ્યાં. આ ક્ષેત્ર માટે એક નિયમિત પેટર્ન છે, જ્યાં વૈશ્વિક રિટેલ વિક્રેતા ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન રજાઓની સિઝનની સ્ટોકિંગ પૂરા કરી લે છે, અને દિવાળીની રજા દરમિયાન ઘરેલું ઉત્પાદનની પ્રવૃત્તિ ધીમી થઈ જાય છે.

આ સાથે જ અમેરિકામાં ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા તથા ચીનમાં સતત મંદીને લીધે કેટલાક મુખ્ય બજારોમાં માંગ અસમાન બની રહી છે. આ પરિબળોની સાથે હંગામી ધોરણે ઘટાડાની સ્થિતિ સર્જાઈ, જોકે તેનાથી અત્યાર સુધી નાણાકીય વર્ષમાં ઉદ્યોગોનું પ્રદર્શનને વ્યાપક હકારાત્મક દિશામાં કોઈ સારો ફેરફાર આવ્યો નથી.”
“ભવિષ્યની દિશામાં જોતા અમે સ્થિર સુધારા માટે મજબૂત આધાર દર્શાવે છે. નિકાસ પ્રોત્સાહન અભિયાન, નિકાસકારો માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમ અને આરબીઆઈના વ્યાપાર-રાહત ઉપાયોના માધ્યમથી સરકારનું સતત સમર્થન, ઉચ્ચ ખર્ચવાળા આર્થિક, મર્યાદિત તરલતા, વિસ્તારીત નિકાસ ચક્ર તથા નાના નિકાસકર્તાઓ માટે મર્યાદિત પહોંચ જેવા લાંબા ગાળાની સમસ્યાનું સમાધાન કરે છે.
આ સુધાર પહેલાથી ધિરાણ સુધી પહોંચને સરળ બનાવી, અનુપાલનના બોજને ઓછો કરીને તથા બ્રાન્ડિંગ, પ્રમાણન તથા બજારમાં પ્રવેશના સમર્થનને મજબૂત કરી પ્રતિસ્પર્ધાત્મકતામાં સુધારો કરી રહ્યા છે. મારું માનવું છે કે આ નીતિગત માળખું આવતા મહિનામાં વિકાસ તથા સ્થિરતા માટે ઘણા વધારે સક્ષમ વાતાવરણ તૈયાર કરશે.”
“તેમણે જણાવ્યું હતું કે અમે મધ્ય પૂર્વ, લેટિન અમેરિકા, કમ્બોડિયા અને વિયેતનામ સહિત વ્યાપક સંભાવના ધરાવતા બજારોમાં ભારતની ઉપસ્થિતિનું સક્રિયપણે વિસ્તરણ કરી રહ્યા છીએ. અમારું વ્યાપાર પ્રતિનિધિ મંડળ, ખરીદદાર-વિક્રેતા મળી રહ્યા છે, અને પ્રમોશનલ પહેલ માટે નવા માર્ગો ખુલી રહ્યા છે તથા લાંબા ગાળાની ભાગીદારીને મજબૂત કરી રહ્યા છીએ. ભારત-યુકે મુક્ત વ્યાપાર સમજૂતી અમારી સ્પર્ધાત્મકતાને વધારશે, બસ એવી રીતે કે જે પ્રમાણે ભારત-યુએઈ એસઈપીએ દ્વારા સોના તથા હિરાજડીત આભૂષણોની નિકાસને વ્યાપક પ્રમાણમાં પ્રોત્સાહન આપ્યું છે.”
“ઘરેલું મોરચે સોનાની આયાતમાં તાજેતરમાં જે વૃદ્ધિ જોવા મળી છે તે યોગ્ય સંદર્ભમાં મહત્વની છે. ઓક્ટોબર મહિનામાં આ વૃદ્ધિ મુખ્યત્વે તહેવારો અને લગ્નગાળાની સિઝનની માંગ, જીએસટીમાં સુધારા બાદ ગ્રાહકોની વધેલી તરલતા તથા સોનાની કિંમતોમાં આશરે 50 ટકાની વૃદ્ધિને લીધે છે, જેથી આયાતનું મૂલ્ય વધી ગયું છે. ફિઝીકલ સ્વરૂપમાં જોકે ચિત્ર એકંદરે સ્થિર છે.
એપ્રિલ અને ઓક્ટોબર 2025 દરમિયાન સોનાની આયાત 461.85 ટનથી 2.3 ટકા વધીને 472.53 ટન રહી છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘરઆંગણે વપરાશ મૂળભૂત રીતે ખૂબ જ મજબૂત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી; લોકો સામાન્ય રીતે સોનાના સમાન પ્રમાણ માટે વધારે પ્રમાણમાં ચુકવણી કરી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં જે તેજી આવી છે તે સિઝનલ ખરીદીને પ્રતિબિંબત કરે છે. અને રોકાણ એ સેન્ટીમેન્ટ દ્વારા નેતૃત્વ કરે છે. આ તમામ પાસા ગ્રાહકોના વિશ્વાસને દર્શાવે છે.”
“ડિઝાઈન, ક્રાફ્ટમેનશીપ, ટેકનોલોજી સ્વીકૃતિમાં ભારતની ખાસ મજબૂતી ધરાવે છે તે સાથે સાથે ઝડપભેર સહાયક નીતિઓ સાથે યોગ્ય તાલમેળ કેળવીને અમારું આ સેક્ટર ટૂંકગાળાના ઉતાર-ચઢાવને પાર કરીને તથા ટકાઉ, લાંબાગાળાના વિકાસની દિશામાં આત્મવિશ્વાસથી આગળ વધવા સારી સ્થિતિમાં છે.”
