પીએમ- કિસાનના તમામ લાભાર્થીઓને બેંક હવે વિના વ્યાજે ધિરાણ આપશે
કેન્દ્ર સરકારે પીએમ-કિસાનના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ આપવા જણાવ્યું છે. જેના અનુસંધાને રાજ્યના ચીફ સેક્ર્ટેરી શ્રી અનિલ મુકીમે આજે વીડિયો કોન્ફરન્સ કરી તમામ બેન્કર્સને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા સૂચના આપી છે.
અમદાવાદ જિલ્લામાં કુલ 2,08,775 ખેડૂત ખાતેદારોમાંથી 1, 89,332 ખેડૂતો પીએમ-કિસાનમાં જોડાયેલા છે. જેમને કેન્દ્ર સરકાર તરફથી રૂ. 114 કરોડ ચૂકવવામાં આવ્યા છે.હવે પીએમ-કિસાનના ખેડૂતોને માત્ર એક જ પાનાનું ફોર્મ ભરી બેંકમાં જમા કરાવ્યે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપ્લબ્ધ બનશે.
ખેડૂતો આ ફોર્મ તલાટી, બેંક, ગ્રામસેવક કે આઈ-ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકશે. આ ફોર્મ બેંકની જે શાખામાં ખાતુ હોય તે ખાતામાં પરત કરાવવાનું રહેશે.કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખાતેદાર લોનના પૈસા ગમે ત્યારે ભરી શકશે અને ગમે ત્યારે ખાતામાંથી ઉપાડી શકશે.