Western Times News

Gujarati News

ચંડોળા તળાવ આસપાસ બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ તેજ કરાઈ

ચંડોળામાંથી લાલા પઠાણ અને દિકરા ફતેહ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી-બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનની દિલ્હી બ્લાસ્ટમાં સંડોવણીઃ ઘૂસણખોરોની તપાસ -રાજ્યની એજન્સીઓ ફરી એક વખત ઘૂસણખોરોની તપાસમાં લાગી ગઈ

(એજન્સી)અમદાવાદ, પાડોશી દેશ બાંગ્લાદેશમાં હજારો ઘૂસણખોરો ભારચમાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા છે જેને પગલે થોડા મહિનઓ પહેલાં જ ગુજરાત પોલીસે અમદાવાદ સહિતના શહેરોમાંથી બાંગ્લાદેશ રવાના કરવાની કવાગત શરૂ કરી હતી જેમાં સેંકડો ઘૂસણખોરોને પરત રવાના કરાયા હતા. દરમિયાન દિલ્હી બ્લાસ્ટ કેસમાં પણ બાંગ્લાદેશના આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવતા ગુજરાત પોલીસ સહિતની તપાસ એજન્સીઓએ ફરી એક વખત બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ વેગવંતી બનાવી છે.

ચંડોળા આજુબાજુ પોલીસ અને મહાનગરપાલિકાના મેગા ડિમોલિશન દરમિયાન સ્થાનિક વિસ્તારના લાલા પઠાણ અને તેના દિકરા ફતેહ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપતા હતા. ઘણા ઘૂસણખોરો બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાની વિગતો પણ સામે આવી હતી.

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની દેશભરમાં તપાસ ચાલી રહી છે અને જુદા જુદા શહેરોમાંથી ઘણા આતંકવાદી તત્ત્વો ઝડપાઈ રહ્યા છે તે દરમિયાન તપાસ એજન્સીઓના ધ્યાને એવી વિગતો સામે આવી છે કે આ બ્લાસ્ટમાં બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનની પણ સંડોવણી છે.

આ બ્લાસ્ટ માટે લોજિસ્ટીક સપોર્ટ ચોક્કસ આતંકવાદી સંગઠને આપ્યો હતો અને બ્લાસ્ટ સમયે બાંગ્લાદેશી આતંકવાદ સંગઠનના કેટલાક આતંકવાદીઓ દિલ્હીમાં શંકાસ્પદ રીતે હાજર હતા.

આ ઘટના બાદ હવે એજન્સીઓએ બાંગ્લાદેશી ઘૂસણખોરો અને આતંકવાદી સંગઠનની સંડોવણીની તપાસ શરૂ કરી છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વસવાટ કરી રહ્યા છે. તેથી તેમને શોધી દેશનિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદનું આશ્રયસ્થાન ગણાતું હતું. આ ઉપરાંત સરદારનગર, નારોલ તથા શહેરના ચોક્કસ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઉપસ્થિતિ નજરે પડતી હતી. તાજેતરમાં જ સોલા પોલીસે પણ ૧૭ બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓને શોધી કાઢી હતી.

ફરીથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવાની કવાયત શરૂ થતાં તેમને આશ્રય આપનારા દોડતા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ ચંડોળામાં સર્ચ કરીને ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરી હતી

જ્યારે ઘૂસણખોરોને આશ્રય આપનારા તેઓને બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ કઢાવી આપતા હતા જેની તપાસ ચાલુ છે. હાલ ફરીથી બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ ચલાવવામાં આવી રહી છે અને તેમાં કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.