ઓઢવ ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટસનું નવીનીકરણ કરવામાં આવશે
પ્રતિકાત્મક
૪૨ યુનીટ (૧-BHK) વીથ લીવીંગ રૂમ, બાલ્કની, કીચન એરીયા, વોશ યાર્ડ એન્ડ સ્ટોર. ૧ બેડ રૂમ, ૧ બાથરૂમ, ૧ ટોઇલેટ તેમજ નવી વોર્ડ ઓફિસ બનાવવા સાથેની કામગીરી કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડનો કુલ વિસ્તાર ૧૯.૨૩ ચો. કિ.મી.નો છે. ઓઢવ વોર્ડ પુર્વ વિસ્તારનો વિકસતો વિસ્તાર છે.આ વોર્ડમાં ઘણી બધી સોસાયટીઓ તેમજ રેસીડેન્સીયલ ફલેટ, ઈ ડબ્લયુ એસ.એલ.આઈ.જી.આવેલ છે.જે જોતા હાલમાં વોર્ડની અંદાજીત વસ્તી આશરે ૩.૦૦ લાખ છે.
હાલમાં ઓઢવ વોર્ડમાં હયાત એક જ ફાયર સ્ટેશન છે. તેમજ સ્ટાફ કવાર્ટસ આવેલ છે.જે ખુબ જ જર્જરીત હાલતમાં છે. ઓઢવ વોર્ડ ના હયાત ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટસ વર્ષો જુના બાંધકામ હોઈ જેને ડીમોલેશન કરી નવેસરથી નવું ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ તથા વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ પુર્વ-ઝોનના ઓઢવ વોર્ડમાં આવેલ અધ્યતન સુવિધા ધરાવતા ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ તેમજ વોર્ડ ઓફિસ બનાવવાનું પ્રોવિઝન કરેલ છે.જેમાં ઓઢવ વોર્ડમાં નવુ ફાયર સ્ટેશન સ્ટાફ કર્વાટસ, વોર્ડ ઓફિસ સાથે બનાવવાની કામગીરીના આર્કેટિક /કન્સલ્ટન્ટ સેતુ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા ફાયર સ્ટેશનમાં ૧૦ ગેરેજ, સ્ટોરેજ રૂમ, વોચ રૂમ, ઈલેક્ટ્રીક પેનલ રૂમ,ટ્રેનીગ રૂમ, જીમ્નેશીયમ, મેલ-ફીમેલ ટોઇલેટ, ડીવીઝનલ ઓફિસ કેબીન,
સીનીયર ઓફિસર કેબીન, જુનીયર ઓફિસર કેબીન, સીનીયર ઓફીસર કવાર્ટસ-૨ નંગ (૨-BHK), ડીવીઝનલ ઓફિસર કવાર્ટસ નંગ-૧ (૩-BHK), તથા સ્ટાફ કવાર્ટસમાં ૪૨ યુનીટ (૧-BHK) વીથ લીવીંગ રૂમ, બાલ્કની, કીચન એરીયા, વોશ યાર્ડ એન્ડ સ્ટોર. ૧ બેડ રૂમ, ૧ બાથરૂમ, ૧ ટોઇલેટ તેમજ નવી વોર્ડ ઓફિસ બનાવવા સાથેની કામગીરી કરાવવાની થાય છે.
આ ઉપરાંત બધા ફલોર ફાયર સેફટી સીસ્ટમ, સી.સી.ટી.વી સર્વેલન્સ સીસ્ટમની વ્યવસ્થા તથા પરકોલેશન વેલ, અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક વિગેરે તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
ઓઢવ વોર્ડમાં ફાયર સ્ટેશનના સ્ટાફને તેમજ આસપાસ તેમજ આસપાસ ના વિસ્તારના સામાન્ય નાગરીકો ને લાભ મળી રહે તે હેતુંથી અધ્યતન સુવિધા ધરાવતા ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ તથા વોર્ડ ઓફિસ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઓઢવ વોર્ડના હયાત ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટસ વર્ષો જુના બાંધકામ હોઈ જેને ડીમોલેશન કરી નવેસરથી નવું ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ તથા વોર્ડ ઓફિસ તૈયાર કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નવા 15 ફાયર સ્ટેશન બનાવવા માટે પણ આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત દાણાપીઠ ફાયર સ્ટેશન નું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. જે કાર્યરત થયા બાદ કોટ વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટશે. આ ઉપરાંત અહીં મલ્ટી લેવલ પાર્કિંગ પણ બની રહ્યું હોવાથી પાર્કિંગ અને ટ્રાફિક ની સમસ્યા પણ હળવી બનશે.
