રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે બનાસ ડેરીને ‘નેશનલ વોટર એવોર્ડ’ મળ્યો
જળસંચય અંતર્ગત ૩રપથી વધુ તળાવો તથા ૩૦ હજારથી વધુ શોષ કૂવાનું નિર્માણ કર્યું
પાલનપુર, ગુજરાતની ગૌરવવંતી સંસ્થા બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા ‘નેશનલ વોટર એવોડ્ર્ઝ’માં પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે નેશન વોટર એવોર્ડ એનાયત કરાયો હતો. The award “National Water Award 2024″ was conferred on Banas Dairy at Delhi by the hands of the President Smt. Draupadi Murmu.
બનાસ ડેરીને પુરસ્કાર ‘શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમ’ની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરાયો છે. જે સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવ બન્યું છે.
બનાસ ડેરીએ છેલ્લાં કેટલાંક વર્ષોથી સહકારથી સમૃદ્ધિ હેઠળ ‘જનભાગીદારી’ના વિચારને અપનાવીને જળ સંચય માટે મોટી ઝુંબેશ ચલાવી છે. બનાસકાંઠાના જળસ્તરને ઉંચા લાવવાના હેતુથી બનાસ ડેરીએ ૩રપથી વધુ નવીન તળાવો તથા ૩૦ હજારથી વધુ શોષકૂવાનું નિર્માણ તથા ભૂગર્ભ જળને ઉંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.
આજે આ તળાવોના કારણે હજારો એકર જમીનને સિંચાઈ માટે લાભ મળ્યો છે. આ ઉપરાંત બનાસ ડેરીના પ્લાન્ટમાં પણ પાણીના પુનઃ ઉપયોગ માટે અત્યાધુનિક પ્લાન્ટ્સ સ્થાપીને પાણીનો બગાડ અટકાવવામાં બનાસ ડેરીએ નવી પહેલ કરી છે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ માત્ર બનાસ ડેરીનો નહીં, પણ બનાસકાંઠાના લાખો ખેડૂતો અને પશુપાલકોનો ગણાશે. જેમણે જળસંચયના આ મહાયજ્ઞમાં સક્રિય યોગદાન આપ્યું છે. આ એવોર્ડ બનાસ ડેરીને જળ સંરક્ષણ ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરશે.
