આમોદની સંસ્કાર વિદ્યાલયના રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદની સંસ્કાર વિધાલયના પટાંગણમાં રૂપિયા અઢી લાખના ખર્ચે બનનારા રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવન જાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્યા વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડી.કે.સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી આજ રોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષકગણમાં ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે ધારાસભ ડી.કે.સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું.તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવતાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરે ટકોર પણ કરી હતી.
ધારાસભ્ય ડી.કે.સ્વામીએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત કરી હતી.આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ,આરોગ્ય સમિતિનાં ચેરમેન રશ્મિકા પરમાર સહિતના ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
