ORSના નામ પર માર્કેટમાં વેચાતા તમામ ડ્રિંક્સને હટાવવાનો આદેશ
નવી દિલ્હી, ઠંડા-ઠંડા, મીઠા-મીઠા પીવાના નામ પર જો આપને પણ ઓઆરએસ લખેલું કોઈ ડ્રિંક દુકાનમાં દેખાય તો હવે સાવધાન થઈ જજો. બની શકે કે આપને ઓઆરએસ કહીને કોઈ ફળના રસવાળા પેય, એનર્જી ડ્રિંક્સ, ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ અને રેડી ટૂ સર્વ ડ્રિંક્સ વેચી રહ્યા હોય.
આ ખેલને ખતમ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈ એક્શન મોડમાં આવ્યું છે. દેશભરમાં વેચાઈ રહેલા આવા પેય જેને કંપનીઓ ઓઆરએસ ના નામ પર વેચી રહી હતી, હવે બજાર અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તરત હટાવવાનો આદેશ જાહેર કરી દીધો છે.
એફએસએસએઆઈએ ઝાટકીને કહ્યું છે કે ઓઆરએસ શબ્દ ખાલી ઉૐર્ં તરફથી નક્કી કરેલા અસલી ઓઆરએસ માટે ઉપયોગ કરી શકાશે. જે દવાની કેટેગરીમાં આવે છે. એટલા માટે કોઈ પણ ફૂડ અથવા ડ્રિંક બ્રાન્ડનું પોતાના નામે ઓઆરએસ લખવું કાયદાકીય ઉલ્લંઘન છે.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે જાણવા મળ્યું કે પહેલાથી આપેલા નિર્દેશ (૧૪ અને ૧૫ ઓક્ટોબર) છતાં ઘણી કંપનીઓ ઓઆરએસ ના નામવાળી ભ્રમિત પ્રોડક્ટ વેચતી રહી છે. કેટલાય સ્ટોર્સ, સુપરમાર્કેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી પ્રોડક્ટ્સ હજુ પણ વેચાઈ રહી હતી, જેનાથી ગ્રાહકોને અસલી ઓઆરએસ અને નકલી ઓઆરએસ જેવા પેયની વચ્ચે ભ્રમ વધારી રહ્યા હતા.
એફએસએસએઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યા છે કે તે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને દુકાનો પર તરત નિરીક્ષણ કરે. સાથે જ ખોટી પ્રોડક્ટ હટાવવા, કંપનીઓ પર રેગ્યુલેટરી એક્શન લેવા અને રિપોર્ટ મોકલવાના નિર્દેશ આપ્યા છે.
આ અભિયાન એક બાળ રોગ નિષ્ણાત ડો. સિવરંજનિ સંતોષની ૮ વર્ષની લાંબી લડાઈનું પરિણામ છે. સંતોષે મીઠા પેયને ઓઆરએસ બતાવીને વેચવા માટે સતત અભિયાન ચલાવ્યું.
એફએસએસએઆઈએ એવું પણ સ્પષ્ટ કર્યું કે અસલી બલ્યુએચઓ સ્ટાન્ડર્ડવાળા ઓઆરએસ દવાઓ પર આ નિયમ લાગૂ નહીં થાય. અસલી ઓઆરએસ ને ન તો જપ્ત કરવામાં આવે. આ દવા કેટેગરીમાં આવે છે અને તેનું વેચાણ સંપૂર્ણપણે કાયદાકીય અને નિયંત્રિત છે.SS1MS
