કર્ણાટકમાં રાજકીય ગરમાવો, શિવકુમારના દિલ્હીમાં ધામા
બેંગલુરુ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પર અઢી વર્ષ પૂરા કર્યા બાદ હવે કર્ણાટકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હાઈ કમાને સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે ૨.૫-૨.૫ વર્ષ સીએમ પદનો ફોર્મ્યૂલા આપ્યો હતો. એટલે કે વારા ફરતી બંને નેતા મુખ્યમંત્રી બનશે.
જો કે સિદ્ધારમૈયાએ હજુ સુધી પોતાનું રાજીનામું સોંપ્યું નથી અને તેઓ તેના માટે તૈયાર હોય તેવું પણ જણાતું નથી. ત્યારબાદ હવે શિવકુમારે પાર્ટી હાઈ કમાન પર દબાણ વધારવાનું શરૂ કરી દીધુ છે. તેઓ તેમના વફાદાર એક મંત્રી અને કેટલાક વિધાયકોની સાથે પાર્ટી હાઈકમાનને મળવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે.
ડી કે શિવકુમાર સાથે કર્ણાટકના મંત્રી એન ચેલુવરયસ્વામી દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત વિધાયક ઈકબાલ હુસૈન, એચ સી બાલકૃષ્ણ અને એસ આર શ્રીનિવાસ પણ દિલ્હી પહોંચ્યા.
સૂત્રો મુજબ ૧૨ વધુ વિધાયકો ત્યાં પહોંચવાની શક્્યતા છે. ડી કે શિવકુમારનો દાવો છે કે ૨૦૨૩માં કોંગ્રેસની જીત બાદ રોટેશન ઓફ ચીફ મિનિસ્ટર ફોર્મ્યૂલા પર સહમતિ બની હતી. આ ફોર્મ્યૂલા હેઠળ સિદ્ધારમૈયાના અઢી વર્ષ પૂરા થયા બાદ ડી કે શિવકુમારે મુખ્યમંત્રી બનવાનું છે. તે પહેલા લગભગ એક ડઝન એમએલસીએ પણ દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને કોગ્રેસ મહાસચિવો સાથે મુલાકાત કરી હતી.
ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારના વફાદાર કોંગ્રેસ વિધાયકોની એક ટીમ ગુરુવારે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મÂલ્લકાર્જૂન ખડગેને મળી અને આગ્રહ કર્યો કે સિદ્ધારમૈયાને હટાવીને હવે ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવે. એવું કહેવાય છે કે ખડગે સાથે ૧૦ મિનિટ સુધી ડી કે નાવિધાયકોએ ચર્ચા કરી. કોંગ્રેસ નેતાઓએ પાવર શેરિંગ પેક્ટનું સન્માન કરવાની વાત કરી. કુલ સાત વિધાયકો દિલ્હીમાં હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ડી કે શિવકુમારને આ મામલે વિધાયકોના દિલ્હી પહોંચવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ એ વાતથી અજાણ છે અને તેમની તબિયત સારી નથી. જો કે મુખ્યમંત્રી પદ પર સિદ્ધારમૈયાના હાલના નિવેદન પર તેમણે કહ્યું કે મને એ વાતની ખુબ ખુશી છે.
કોઈએ ના નથી કહી. કોઈએ એ સવાલ નથી કર્યો કે તેઓ મુખ્યમંત્રી નહીં રહે. અમારી પાર્ટીએ તેમને મુખ્યમંત્રી તરીકે કામ કરવાની જવાબદારી સોંપી છે અને અમે બધા મળીને કામ કરી રહ્યા છીએ.SS1MS
