પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં ભારતને હરાવ્યું: અમેરિકન રિપોર્ટમાં દાવો
ઈસ્લામાબાદ, એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૪ દિવસ સુધી ચાલેલી લડાઈ (ઓપરેશન સિંદૂર)માં પાકિસ્તાનને મોટી સૈન્ય સફળતા મળી હતી.
આ રિપોર્ટમાં પહેલગામ હુમલાને પણ આતંકવાદી હુમલો ન ગણતા તેને ‘બળવાખોર હુમલો’ માનવામાં આવ્યો છે. ૮૦૦ પાનાની આ રિપોર્ટ યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્્યોરિટી રિવ્યુ કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ રિપોર્ટનો વિરોધ કરીને તેના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, શું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય આ અંગે પોતાનો વાંધો નોંધાવશે અને વિરોધ વ્યક્ત કરશે? આપણી કૂટનીતિને વધુ એક મોટો ફટકો લાગ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ઓછામાં ઓછા ૬ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા, જેમાં રાફેલ જેટનો પણ સમાવેશ થાય છે. આનાથી રાફેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું. રિપોર્ટ જણાવે છે કે વાસ્તવમાં માત્ર ત્રણ ભારતીય વિમાનોને તોડી પાડવાની જ પુષ્ટિ થાય છે.
યુએસસીસીનું કહેવું છે કે ચીને ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉપયોગ તેના આધુનિક હથિયારોને લાઇવ વોરમાં ટેસ્ટ કરવા અને દુનિયાને બતાવવા માટે કર્યો.
લડાઈ પછી દુનિયાભરમાં ચીની દૂતાવાસોએ તેમના હથિયારોની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાને તેના ઉપયોગથી ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા. ભારત-પાકિસ્તાન સંઘર્ષના ૫ મહિના પછી, ચીને ઇન્ડોનેશિયાને ૭૫ હજાર કરોડ રૂપિયામાં ૪૨ જે-૧૦લી ફાઇટર જેટ વેચવાની ડીલ કરી હતી.
રિપોર્ટ મુજબ, પાકિસ્તાને આ લડાઈમાં ચીન પાસેથી મળેલા હથિયારોનો ઉપયોગ કર્યો અને તેના સૈન્ય ફાયદાને દુનિયા સામે રજૂ કર્યો. તેમાં કહેવાયું છે કે પાકિસ્તાને ચીનના એચક્યુ-૯ એર ડિફેન્સ સિસ્ટમ, પીએલ-૧૫ મિસાઇલો અને જે-૧૦ફાઇટર જેટનો ઉપયોગ કર્યો.
ભારતનો દાવો છે કે આ દરમિયાન પાકિસ્તાનને ચીન પાસેથી ગુપ્ત માહિતી (ઇન્ટેલિજન્સ) પણ મળી હતી. જોકે, પાકિસ્તાને આ વાત નકારી કાઢી છે અને ચીને આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. રિપોર્ટ મુજબ, ૨૦૧૯-૨૦૨૩ની વચ્ચે પાકિસ્તાનના ૮૨% હથિયારો ચીનથી આવ્યા છે.
એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીને રાફેલનું વેચાણ રોકવા માટે ફર્જી (નકલી) કેમ્પેન ચલાવ્યું હતું. મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષના તુરંત બાદ ચીને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા રાફેલ તોડી પાડવાનો દાવો કર્યો.
યુએસસીસીએ કહ્યું છે કે ચીને ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના વેચાણને રોકવા અને પોતાના ત્ન-૩૫ લડાકુ વિમાનોના પ્રચાર માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવ્યા. આ એકાઉન્ટ્સ પર એઆઈ દ્વારા બનાવેલી નકલી તસવીરો ફેલાવવામાં આવી, જેમાં દાવો કરાયો કે ભારતીય રાફેલને ચીનના હથિયારોએ તોડી પાડ્યું છે અને આ તેના કાટમાળની તસવીરો છે.SS1MS
