Western Times News

Gujarati News

શાહઆલમમાં મહિલા BLO સાથે અસભ્ય વર્તન કરાયું

અમદાવાદ, શહેરના શાહઆલમ પાનવાળી ચાલીમાં બીએલઓની કામગીરી કરતી મહિલા બીએલઓ ઓફિસર સાથે સ્થાનિક શખ્સે અસભ્ય વર્તન કરીને માથાકૂટ અને તકરાર કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

શખ્સે મહિલા બીએલઓ અધિકારીને તેનું ફોર્મ ભરી આપવા કહ્યું, અને ચૂંટણી અધિકારીએ નહીં ભરી આપતા શખ્સ ઉશ્કેરાઈને અશ્લીલ ભાષા બોલવા લાગ્યો. આ મામલે મહિલા બીએલઓ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સમીરાબાનુ સૈયદ, જે રામોલ ગામમાં પરિવાર સાથે રહે છે, ખમાસા પાસે આવેલી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. સમીરાબાનુના પતિ રામોલમાં જ મોબાઈલની દુકાન ચલાવે છે. છેલ્લા બે મહિનાથી સમીરાબાનુને ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવી છે. દાણીલીમડા ૫૪ મત વિસ્તારમાં શાહઆલમ પાનવાળી ચાલીમાં બીએલઓ(બૂથ લેવલ ઓફિસર) તરીકે કાર્યરત હતી.

ગતરોજ, સમીરાબાનુ ચૂંટણી અધિકારી તરીકે સ્વામીનારાયણ કોલેજ ખાતે કામ કરી રહી હતી, ત્યારે પાનવાળી ચાલીમાં રહેતા યુસુફ ભાઈનો ફોન આવ્યો કે એક શખ્સ ફોર્મ ભરવા બાબતે માથાકૂટ અને તકરાર કરી રહ્યો છે.
મહિલા બીએલઓ અધિકારીએ તાત્કાલિક પાનવાળીની ચાલી પર પહોંચી અને ત્યાં પહોંચીને તકરાર કરનાર શખ્સને ફોન કરીને બોલાવ્યો અને તકલીફ પૂછતાં, શખ્સે ફોર્મ ભરી આપો નહીં તો સારું નહીં થાય કહીને દમદાટી આપવાનું શરૂ કર્યું. ચૂંટણી અધિકારીએ તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરી, જેને કારણે ઇસનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ત્યાં સુધીમાં, માથાકૂટ કરનાર શખ્સ નાસી છૂટ્યો, અને ચૂંટણી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. નોંધનીય છે કે બીએલઓને થઈ રહેલી મુશ્કેલીઓના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને તે લોકો રજૂઆત કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.