તેજસના વિંગ કમાન્ડર પોતાની બહાદુરીનો ઉપયોગ કરીને વિમાનને ભીડવાળા વિસ્તારથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો
નિષ્ણાતોના મતે, તેજસ વિમાન ‘નેગેટિવ-જી’ મેનૂવર દરમિયાન ક્રેશ થયું-તેજસ વિમાન હવામાં વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવ્યું
દુબઈ એર શોમાં ભારતીય તેજસ વિમાન ક્રેશ-પાયલટનું મોત – વિમાન જમીન પર પડવાની સાથે જોરદાર ધડાકો થયો
(એજન્સી)દુબઈ, દુબઈ એર શો દરમિયાન એવી તસવીર સામે આવી છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભારતનું સ્વદેશી હળવું લડાકૂ વિમાન એલસીએ તેસ પોતાની ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થયું છે. આ ઘટના બપોરે ૨.૧૦ કલાકે બની છે, જ્યારે હજારો દર્શક વિમાનના કરબત જોઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. Wing Commander Namansh Syal.
-
નિષ્ણાતોના મતે, તેજસ વિમાન ‘નેગેટિવ-જી’ (Negative-G) મેનૂવર દરમિયાન ક્રેશ થયું હતું, જે એક પ્રકારનો એરોબેટિક દાવપેચ છે. આ દાવપેચમાં વિમાન ટૂંકા સમય માટે આકાશમાં ઊંધું (inverted) થઈ જાય છે.
-
આવા જબરદસ્ત એરોબેટિક દાવપેચ દરમિયાન પાયલોટ ભારે દબાણ (G-Forces) અનુભવે છે. જો આ દબાણ યોગ્ય રીતે નિયંત્રિત ન થાય, તો નેગેટિવ-જી ના કારણે પાયલોટના મગજમાં લોહીનો ધસારો થઈ શકે છે, જેનાથી તે ક્ષણિક સમય માટે બેહોશ (Loss of Consciousness / Blackout) થઈ શકે છે, અને વિમાન પરનું નિયંત્રણ ગુમાવી શકે છે.
વિમાન હવામાં શાનદાર વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું. થોડી સેકેન્ડમાં તેજસ હવામાંથી જમીન તરફ આવવા લાગ્યું. વિમાન જમીન પર પડવાની સાથે જોરદાર ધમાકો થયો અને અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઉપર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે દુબઈ એર શોમાં એક હવાઈ પ્રદર્શન દરમિયાન IAFનું તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટનામાં પાયલટનું નિધન થયું છે, જે દુખદ છે.
દુબઈ એર શો વિશ્વના અગ્રણી ઉડ્ડયન કાર્યક્રમોમાંનો એક છે, જ્યાં વિશ્વભરની એરલાઇન્સ અને લશ્કરી ઉત્પાદકો તેમની ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. આ અકસ્માતે એર શોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાત્કાલિક ઘટનાસ્થળે કટોકટી ટીમો તૈનાત કરવામાં આવી હતી, અને ઉડ્ડયન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન એક એવું ફાઇટર વિમાન છે, જે સંપૂર્ણ ભારતમાં બનીને તૈયાર થયું છે. તેને હળવું અને ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી હવામાં વધુ ફુર્તી સાથે ઉડી શકે અને સાથે ઘણા પ્રકારના યુદ્ધમાં કામ કરી શકે.
તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે ૐછન્એ વિકસિત કર્યું છે. તે ૪.૫ પેઢીનું વિમાન છે, એટલે કે તેમાં ઘણી નવી તકનીક લાગી છે. તેજસ નાનું અને હળવું છે, જેને સુપરસોનિક એટલે કે ધ્વનિની ગતિથી ઝડપી ઉડાન ભરનાર કહેવામાં આવે છે.
દુબઈ એર શોમાં ભારતે અનેક ફાઇટર જેટ પણ પ્રદર્શિત કર્યા હતા, જેમાંથી એક તેજસ ફાઇટર જેટ હતું. આ અકસ્માતે તેજસ ફાઇટર જેટ માટેની ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કારણ કે ભારત પણ આ ફાઇટર જેટની નિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
તે ભારતીય સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ અહેવાલ આપ્યો હતો કે તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલાં લગભગ એક માઇલ દૂર સુધી નીચે ઉતરતું જોવા મળ્યું હતું. આ અકસ્માતની તપાસની રાહ જોવાઈ રહી છે, અને તે પછી જ અકસ્માતનું વાસ્તવિક કારણ સામે આવશે.
વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ ભારતીય વાયુસેના (IAF) ના એક બહાદુર અને અત્યંત કુશળ પાઇલટ હતા, જેમણે દુબઈ એર શો દરમિયાન સ્વદેશી લડાકુ વિમાન તેજસ (LCA Tejas) ના પ્રદર્શન ફ્લાઇટમાં દુઃખદ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. તેમનું બલિદાન રાષ્ટ્રસેવા અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક છે.
👤 વ્યક્તિગત પરિચય
-
મૂળ નિવાસ: હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના નાગરોટા બાગવાન તાલુકાના પટિયલકર ગામના તેઓ વતની હતા.
-
ઉંમર: અકસ્માત સમયે તેમની ઉંમર લગભગ 37 વર્ષ હતી.
-
શિક્ષણ: તેમણે હિમાચલ પ્રદેશની સૈનિક સ્કૂલ, સુજાનપુર ટીરામાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) માં પ્રવેશ મેળવ્યો હતો.
-
નિમણૂક: તેઓ 2009માં ભારતીય વાયુસેનામાં કમિશન્ડ થયા હતા.
👨👩👧 પારિવારિક પૃષ્ઠભૂમિ
-
પિતા: શ્રી જગન્નાથ સ્યાલ (નિવૃત્ત આર્મીમેન, જેઓ પછીથી શિક્ષણ વિભાગમાં આચાર્ય તરીકે નિવૃત્ત થયા).
-
પત્ની: તેમના પત્ની અફસાન સ્યાલ પણ ભારતીય વાયુસેનાના અધિકારી (નિવૃત્ત વિંગ કમાન્ડર) હતા.
-
સંતાન: તેમને એક સાત વર્ષની પુત્રી છે.
-
પારિવારિક સમર્પણ: તેમનો આખો પરિવાર રાષ્ટ્રની સેવા માટે સમર્પિત છે, તેમના પિતા આર્મીમાં હતા અને તેમના પત્ની પણ વાયુસેનાના અધિકારી હતા.
-
ઘટના: વિંગ કમાન્ડર સ્યાલ 21 નવેમ્બર 2025ના રોજ દુબઈના અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આયોજિત દુબઈ એર શોમાં ભારતના સ્વદેશી LCA તેજસનું પ્રદર્શન કરી રહ્યા હતા.
-
બલિદાન: એરિયલ ડિસ્પ્લે દરમિયાન, તેમનું તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. ભારતીય વાયુસેનાના સૂત્રો અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વિમાન ક્રેશ થઈ રહ્યું હતું તે અંતિમ ક્ષણોમાં પણ વિંગ કમાન્ડર સ્યાલે પોતાની બહાદુરી અને હાજરબુદ્ધિનો ઉપયોગ કરીને વિમાનને ભીડવાળા વિસ્તારથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો, જેનાથી જમીન પર હાજર અસંખ્ય લોકોનો જીવ બચી ગયો. આ અદમ્ય સાહસ અને કર્તવ્યનિષ્ઠાના કારણે જ તેમને શહીદ ગણવામાં આવે છે.
-
શોક: તેમના નિધનથી સમગ્ર દેશમાં, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રક્ષા મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોએ તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
