આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ પગાર કેટલો વધી જશે?
(એજન્સી)નવી દિલ્હી, જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો કે તમારા પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરે છે તો આ સમાચાર તમારા માટે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચના નિયમ અને શરતો (્ર્ઇ) ને લાગૂ કર્યું હતું.
સરકાર તરફથી નવા પગાર પંચની કમિટી આગામી ૧૮ મહિનામાં રિપોર્ટ આપી શકે છે. પરંતુ કર્મચારીઓ માટે સૌથી મોટો સવાલ છે કે આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ પગાર કેટલો વધી જશે? આ સવાલનો જવાબ આપવા માટે સંપૂર્ણ ગણતરી સમજવી પડશે.
કર્મચારી પસંદગી કમિટી તરફથી ભરતી થનાર લેવલ-૧ના કર્મચારી એમટીએસ, સીએચસીએલ, સીજીએલ, સીપીઓ, અને અલગ-અલગ વિભાગના કર્મચારી આ જાણવા માટે ઉત્સુક રહે છે કે નવું પગાર પંચ લાગૂ થયા બાદ પગાર કેટલો વધશે? આઠમાં પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ૨૦૨૭મા આવવાની આશા છે. પરંતુ તેને ૧ જાન્યુઆરી ૨૦૨૬થી પ્રભાવી માનવામાં આવશે. પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઇમ મેમ્બર અને પંકજ જૈન તેના સભ્ય સેક્રેટરી છે.
નવું પગાર પંચ લાગૂ થયા પર ર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં કયા પ્રકારે ફેરફાર થવાની આશા છે? ૮મા પગાર પંચ હેઠળ પગાર વધારો કેટલો થશે? આ સમજતા પહેલા, ૭મા પગાર પંચ હેઠળ એસએસસી લેવલ ૧ કર્મચારીઓ માટે પગાર માળખું સમજવું મહત્વપૂર્ણ છે. એસએસસી મંત્રાલયો, વિવિધ વિભાગો અને ક્ષેત્રીય કચેરીઓ માટે લાખો કર્મચારીઓની ભરતી કરે છે.
વર્તમાન ૭મા પગાર પંચ સિસ્ટમ હેઠળ, આ પદો પર લેવલ ૧ પદો માટે મૂળ પગાર ૧૮,૦૦૦ પ્રતિ માસ છે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થું, ઘર ભાડું ભથ્થું, મુસાફરી ભથ્થું અને અન્ય ભથ્થાં પણ મળે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં નાનો ફેરફાર પણ પગાર પર નોંધપાત્ર અસર કરી શકે છે.
