Western Times News

Gujarati News

SBIનો પૂર્વ કેશ ઓફિસર ATMમાં રૂ.૧.૯૩ કરોડ જમા કરાવ્યા વિના રફુચક્કર

પ્રતિકાત્મક

રાજપીપળા, રાજપીપળા એસબીઆઈની મુખ્ય બ્રાન્ચ ખાતે નોકરી કરતા અને બાદમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી શાખામાં બદલી થયેલ કેશ ઓફિસરે રાજપીપળાના વિવિધ એસટીએમમાં રૂ.૧.૯૩ કરોડ રૂપિયા જમા કરાવ્યા વિના રફુચક્કર થઈ જતાં બેન્ક મેનેજરે એની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.

રાજપીપળા એસબીઆઈની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ કૈલાશ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ એસબીઆઈ શાખાના વોટ્‌સએપ ગ્રુપમાં એવો મેસેજ આવ્યો હતો કે સંતોષ ચાર રસ્તામાં એટીએમ આઉટ ઓફ સર્વિસનો મેસેજ આવે છે.

આ બાબતે હાલમાં કેસ ઓફિસરે તપાસ કરતાં એટીએમમાં રૂ.૪.૩૮ લાખ રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં ર૩,ર૭,૮૬૦ રૂપિયા બતાવતા હતા અને અન્ય એટીએમમાં ૯,પ૩,૮૦૦ રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં ૪૦,૮૮,૩૦૦ રૂપિયા બતાવતા હતા.

આ બાબતે અગાઉના કેશ ઓફિસર કે જેમની હાલ નસવાડી શાખામાં બદલી થઈ ગઈ છે. એ બાંગબોય દેબદાસ ચક્રવર્તીની પૂછતાછ કરતા જણાવ્યું હતું કે, ટેકનિકલ પ્રોબ્લેમ હશે. ત્યારબાદ રાજપીપળાના સ્ટેશન રોડના એટીએમમાંથી ર૬૦૦ રૂપિયા મળી આવ્યા હતા. સિસ્ટમમાં રૂ.૩૯,૯૮,પ૦૦ રૂપિયા તથા પોઈચા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં રૂ.પ૧,૬૪,૪૦૦ રૂપિયિા બતાવતા હતા.

જે બાદ મેનેજરે ૧૪-૧૧-ર૦રપ સુધીના તમામ વ્યવહાર એટીએમમાં ચેક કરતાં રૂ.૧,૯૩,પપ,૩૦૦ રૂપિયા સિસ્ટમમાં બતાવતા છતાં ફિઝિકલ એટલા રૂપિયા મળી આવ્યા નહોતા. આ બાબતે પોલીસે તપાસ કરતા બાંગબોય દેબદાસ ચક્રવર્તીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દઈ રાજપીપળા બ્રાન્ચ પર ખુલ્લા માટે આવ્યા પણ ન હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.