Western Times News

Gujarati News

ખંભાળિયામાં વિઝા વગર બે વર્ષથી રહેતો સીરિયાનો યુવક ઝડપાયો

AI Image

સીરિયાના વિદેશીને લાંબા સમય પોતાની શાળામાં ગેરકાયદે રાખીને મદદ કરનારા મહિપત મનજીભાઈ સતવારાને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસવડા તથા એસઓજીની ટીમે પૂછપરછ માટે યુવકને પંદર દિવસ કસ્ટડીમાં લીધો

ખંભાળિયા, ખંભાળિયામાં છેલ્લા બે વર્ષથી વિઝા કે પરવાનગી વગર રહેતો સીરિયાનો યુવકને એસઓજીની ટીમે પકડી લઈ પૂછપરછ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં દોષ બે વર્ષથી વગર વિઝા પરવાનગીએ રહેતા સીરિયાના વિદેશી નાગરિક અલી કામેલ મઈહુબ મુસ્લિમ તથા તેને રહેવા માટે આસરો આપનારા મહિપત ઉર્ફે માહી મનજીભાઈ સતવારા કછટીયા ઉ.વ.૩રને એસઓજીએ પકડી લઈ પૂછપરછ કરવામાં આવી હતી

જેમાં ખુદ જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા તથા એસઓજી ઈન્ચાર્જ પીઆઈ કે.કે.ગોહિલ દ્વારા કરાઈ હતી જે પછી સીરિયાના અલી કામેલ પર ફોરેર્ન્સ એકટ મુજબ ગુનો નોંધાયો હતો તથા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા સુરક્ષા અધિકારીઓ સાથે પોલીસ દ્વારા જોઈન્ટ ઈન્ટ્રોગેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસવડાને મળેલા સ્પેશિયલ પાવરના આધારે અલીને પંદર દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવા માટે હુકમ થયો છે. તથા આટલા લાંબા સમયથી અહીં રહેતો અલી કોઈ ગેરકાયદે કૃત્ય નહોતો કરતો ને ? તેણે કોઈ ગેરકાયદે નાણાં હેરફેર નથી કરીને કે કોઈ અસામાજિક તથા ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયો છે કેમ તે જોવા પંદર દિવસ કસ્ટડીમાં પૂછપરછ તથા તપાસ માટે રાખવામાં આવ્યો છે.

સીરિયાના વિદેશીને લાંબા સમય પોતાની શાળામાં ગેરકાયદે રાખીને મદદ કરનારા મહિપત મનજીભાઈ સતવારા ઉર્ફે માહીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. જો કે, શાળા સંચાલન કરતા વ્યક્તિ દ્વારા ગેરકાયદે વિદેશ મુસ્લિમને આવડો સમય રાખવાથી બાબત ધરમપુર ખંભાળિયામાં ભારે ચર્ચાસ્પદ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.