આહવાની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓએ ૮ ગોલ્ડ અને ૪ સિલ્વર મેડલ મેળવ્યા
રાષ્ટ્રીય કક્ષાની ૪થી એકલવ્ય સ્પોર્ટસ મીટ-૨૦૨૫ની સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાના વિદ્યાર્થીઓએ ૮ ગોલ્ડ અને ૪ સિલ્વર મેડલ મેળવ્યા
(ડાંગ માહિતી) આહવા , આદિજાતિ વિકાસ વિભાગ (ગુજરાત સરકાર) સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર અંતર્ગત જ્ઞાન ધામ વાપી ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ,
આહવાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓની રાષ્ટ્રીય કક્ષાની ૪થી એકલવ્ય સ્પોર્ટસ મીટ-૨૦૨૫મા સુંદરગઢ ઓડિશા ખાતે ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ સાથે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચીને વિજેતા બનવાની સિધ્ધિ હાસલ કરી છે. રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને આઠ ગોલ્ડ મેડલ અને બીજા ક્રમે ચાર સિલ્વર મેડલ મેળવી શાળા તેમજ ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
રાષ્ટ્રીય કક્ષાની ૪થી એકલવ્ય સ્પોર્ટસ મીટ-૨૦૨૫ ની આ સ્પર્ધામાં ગુજરાત તરફથી એ.મો.રે.સ્કૂલ, આહવા જિ.ડાંગના લોન ટેનિસ સ્પર્ધામાં ખોલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું. અંડર-૧૪ જેન્સ કેટેગરીમાં ડબલ્સમાં સ્મીતકુમાર બી. ગામીત અને સૌરભભાઈ બી. કોંકણીએ ગોલ્ડ મેડલ અને અંડર-૧૯માં અભયકુમાર અને રૂદ્રકુમાર બાગુલે પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.
જયારે અંડર-૧૪ ગર્લ્સ કેટેગરીમાં ડબલ્સ ક્રિષાબેન એમ.ચોધરી અને રૂત્વીકુમારી બી. ચૌધરી એ પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. જયારે અંડર ૧૪ જેન્સ કેટેગરી સિન્ગલ્સમાં ગામીત સ્મીતકુમાર બી. ગોલ્ડ મેડલ અને અંડર ૧૪ ગર્લ્સ કેટેગરી સિંગલ્સમાં ચોધરી રૂત્વીકુમારી બી. એ પણ ગોલ્ડ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. અંડર ૧૯ સિન્ગલ્સ જેન્સ કેટેગરીમાં રૂદ્રકુમાર એસ. બાગુલએ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંડર ૧૯ ગર્લ્સ કેટેગરી સિંગલમાં પટેલ રિધ્ધિએ સિલ્વર મેડલ મેળવેલ છે.
જેમાં અંડ૨૧૯ જેન્સ કેટેગરી ટીમે છતીસગઢની ટીમ સામે ૬-૧ અને ૬-૨ પોઈન્ટ સાથે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. જયારે અંડર ૧૪ જેન્સ કેટેગરીએ તેલંગણાની ટીમ સામે ૬-૦ અને ૬-૦ સાથે ભવ્ય પરાજિત આપી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ ગુજરાત તરફથી એ. મો.રે. સ્કૂલ આહવાના ખેલાડીઓએ ૮ ગોલ્ડ મેડલ અને ૪ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી એકલવ્ય મીટ-૨૦૨૫માં ટોચના સ્થાને રહી હતી. ખેલાડીઓએ મહેનત, શિસ્ત અને ખેલકુદ પ્રત્યેની લાગણીને કારણે રાષ્ટ્રીય કક્ષાએ પણ સફળતા મેળવી છે.
