આતંકવાદીઓ અંદરોઅંદર ઝઘડ્યા તેને કારણે દિલ્હીમાં મોટો બ્લાસ્ટ થતાં બચી ગયો
AI Image
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં તાજેતરમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટના પહેલાં પોલીસે ડોક્ટર મુઝÂમ્મલ શકીલની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરી હતી. હવે આ સંદર્ભે આતંકીનો ઇન્ટરોગેશન રિપોર્ટ સામે આવ્યો છે.
જણાવી દઈએ કે ડોક્ટર મુઝÂમ્મલ મૂળ રૂપે પુલવામાના કોઇલ વિસ્તારનો રહેવાસી છે. ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ શ્રીનગરના પંથાચોક પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેની ધરપકડ ફરીદાબાદના ધૌજ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. અહીંથી હથિયારો, ગોળીઓ, કેમિકલ પાવડર, ટાઈમર, રિમોટ અને આઈઈડી બનાવવાનો સામાન પણ મળ્યો હતો.
આતંકીએ જણાવી હકીકતઃ તો પહેલાં જ થઈ ગયો હોત દિલ્હી બ્લાસ્ટ, ઝઘડાના કારણે થયો વિલંબ
મુઝÂમ્મલ ફરીદાબાદની અલ-ફલા હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે કામ કરતો હતો અને વાર્ષિક લગભગ ૯ લાખ રૂપિયા કમાતો હતો. વર્ષ ૨૦૨૧માં તેના મિત્ર મુફ્તી ઇરફાન વાગે એ તેને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ ઉશ્કેરવાનું શરૂ કર્યું.
તેનો એક અન્ય મિત્ર આતંકી મુઝામિલ તંત્ર પણ તેને આ દિશામાં ધકેલતો હતો. વર્ષ ૨૦૨૧માં જ્યારે મુઝામિલ તંત્ર બીમાર પડ્યો હતો, ત્યારે મુઝÂમ્મલ તેને એક દવા લેવાની સલાહ પણ આપી હતી. વર્ષ ૨૦૨૩-૨૪માં અન્ય હથિયારોની મોટાભાગની વ્યવસ્થા ફરાર આરોપી ડોક્ટર ઉમર નબી કરતો હતો,
પરંતુ પૈસા ઘણા લોકોએ મળીને ભેગા કર્યા હતા. મુઝÂમ્મલ (૫ લાખ), ડોક્ટર આદિલ રદર (૮ લાખ), ડોક્ટર ઉમર (૨ લાખ), ડોક્ટર મુઝફ્ફર રદર (૬ લાખ) અને ડોક્ટર શાહીન શાહિદ (૫ લાખ) સહિત કુલ ૨૬ લાખ રૂપિયા એકઠા કરીને ઉમરને આપવામાં આવ્યા હતા.
મુઝÂમ્મલ કબૂલ્યું કે તેણે ગુરુગ્રામ અને નૂહમાંથી લગભગ ૨૬ Âક્વન્ટલ એનપીકે ફર્ટિલાઇઝર ખરીદ્યું, જેની કિંમત લગભગ ૩ લાખ રૂપિયા હતી. આ બધું આઈઈડી બનાવવા માટે રાખવામાં આવ્યું હતું.
