Western Times News

Gujarati News

જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ: 226 કરોડના ખર્ચે તૈયાર થયો

સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી  નાગનાથ જંકશનગ્રેઇન માર્કેટબેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે

,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦થી  વધુ વાહનો માટે પાર્કિંગસ્પોર્ટ એક્ટિવિટીતથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છેજ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે.

આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકારિલાયન્સનયારાજી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલગુરુદ્વારા જંકશનનર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશેપરિણામે ઇંધણ અને સમયની બચત થશે.

વધુમાંસુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશનત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ)બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છેજેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ૨૫૦ ફોર-વ્હીલર્સ૧૦૦ રીક્ષા૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંતકુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક)૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાશિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજાસાંસદ શ્રી પૂનમબેન માડમમેયર શ્રી વિનોદભાઈ ખીમસૂર્યાજિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયબેન ગરસરમહાનગરપાલિકાના પ્રભારી મંત્રી શ્રી પલ્લવીબેન ઠક્કરધારાસભ્ય સર્વ શ્રી મેઘજીભાઈ ચાવડાદિવ્યેશભાઈ અકબરીડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢાસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરાજિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરમ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદીજિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુપોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈનીસાશક પક્ષના નેતા શ્રી આશિષ જોશીદંડક શ્રી કેતનભાઈ નાખવાઆગેવાન સર્વ શ્રી બીનાબેન કોઠારીપ્રકાશભાઈ બાંભણીયામેરામણ ભાટુવિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.