Western Times News

Gujarati News

ભારતીય બ્લાઇન્ડ મહિલા ટીમે ટી૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

કોલંબો, ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમે ્‌૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતીય ટીમે કોલંબોના પી સારા ઓવલમાં રમાયેલી ફાઇનલ મેચમાં નેપાળને ૭ વિકેટથી હરાવ્યું.

આ ટુર્નામેન્ટનું આયોજન પહેલીવાર થયું હતું અને ભારતે આ વૈશ્વિક ટુર્નામેન્ટને જીતવામાં સફળતા મેળવી. ભારતે નેપાળને ૫ વિકેટ પર ૧૧૪ રન પર રોકી દીધું હતું. જેના જવાબમાં ભારતીય ટીમે ૧૨ ઓવરમાં ૩ વિકેટ પર ૧૧૭ રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો.

ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમે ફાઇનલમાં એવો દબદબો બનાવ્યો કે નેપાળની ટીમ પોતાની ઇનિંગમાં માત્ર એક બાઉન્ડ્રી જ ફટકારી શકી.

ભારત માટે ફાઈનલમાં સૌથી વધુ રન ફુલા સારેને બનાવ્યા. તે ૪૪ રન બનાવીને અણનમ રહી. ભારતે સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, જ્યારે નેપાળે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

આ ટુર્નામેન્ટની સહ-મેજબાન શ્રીલંકાએ શરુઆતમાં પાંચમાંથી માત્ર એક મેચ જીતી શક્્યું હતું. ટીમે અમેરિકાને હરાવ્યું હતું. પાકિસ્તાનની મેહરીન અલી ૬ ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી બેટર રહી. તેણે ૬૦૦થી વધુ રન બનાવ્યા જેમાં શ્રીલંકા વિરુદ્ધ ૭૮ બોલ પર ૨૩૦ રન બનાવ્યા હતા. મેહરીને આ સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૩૩ રન બનાવ્યા હતા.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.