Western Times News

Gujarati News

શાહરુખે દેશને એકતા અને શાંતિના માર્ગે ચાલવા આહ્વાન કર્યું

મુંબઈ, બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને મુંબઈમાં આયોજિત ‘ગ્લોબલ પીસ ઓનર્સ ૨૦૨૫’ ઈવેન્ટમાં હાજરી આપી, જ્યાં તેમણે એક અત્યંત ભાવનાત્મક અને દેશભક્તિથી ભરપૂર ભાષણ આપ્યું.

પોતાની સ્પીચમાં, શાહરુખ ખાને ભારતીય સૈનિકોના સાહસ અને બહાદુરીનો ઉલ્લેખ કરતા ૨૬/૧૧ના આતંકવાદી હુમલા, પહલગામ હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી બોમ્બ ધડાકાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.શાહરુખ ખાને પોતાની સ્પીચની શરૂઆત કરતાં કહ્યું, “૨૬/૧૧ના આતંકવાદી હુમલા, પહલગામ આતંકવાદી હુમલા અને તાજેતરમાં થયેલા દિલ્હી બોમ્બ ધડાકામાં જીવ ગુમાવનાર નિર્દાેષ લોકોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અને આ હુમલાઓમાં શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષાકર્મીઓને મારા સાદર નમન.”

કિંગ ખાને દેશના બહાદુર સૈનિકો અને જવાનોને સમર્પિત ચાર ખૂબ જ સુંદર અને શક્તિશાળી પંક્તિઓ સંભળાવી, જેણે સૌના દિલ જીતી લીધા. તેમણે કહ્યુંઃ “જ્યારે કોઈ આપણને પૂછે કે તમે શું કરો છો, તો ગર્વથી કહો કે, ‘હું દેશની રક્ષા કરું છું.’”

“જો કોઈ પૂછે કે તમે કેટલું કમાઓ છો, તો થોડું હસીને કહો, ‘હું ૧૪૦ કરોડ લોકોના આશીર્વાદ કમાઉં છું.’” “અને જો તેઓ પાછા ફરીને પૂછે, ‘શું તમને ક્યારેય ડર નથી લાગતો?’, તો તેમની આંખોમાં જોઈને કહો, ‘જેઓ અમારા પર હુમલો કરે છે, ડર તેમને લાગે છે…’”શાહરુખ ખાને પોતાની સ્પીચના અંતમાં શાંતિ અને માનવતાનો સંદેશ આપતા કહ્યું, “ચાલો આપણે સૌ સાથે મળીને શાંતિ તરફ એક પગલું ભરીએ.

ચાલો આપણે આસપાસના જાતિ, પંથ અને ભેદભાવને ભૂલી જઈએ અને માનવતાના માર્ગ પર ચાલીએ, જેથી આપણા દેશની શાંતિ માટે આપણા નાયકોની શહાદત વ્યર્થ ન જાય. જો આપણી વચ્ચે શાંતિ છે, તો ભારતને કોઈ હલાવી શકશે નહીં.”

ફિલ્મ કરિયર વર્ક ળન્ટની વાત કરીએ તો, શાહરુખ ખાન છેલ્લે ૨૦૨૩માં આવેલી ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. હવે તેઓ ૨૦૨૬માં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે, જેમાં તેમની પુત્રી ોસુહાના ખાન પણ ડેબ્યૂ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.