ટીવીનો લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હે’ હવે ફિલ્મ બનશે
મુંબઈ, ‘ભાભીજી ઘર પર હે’ આ વાક્ય સાંભળતા જ જુવાનીયાઓથી લઇને મોટેરાઓના ચહેરા પર લાલી આવી જાય છે. કારણ કે આ વાક્ય એક એવી ટીવી સિરીયલનું ટાઇટલ છે, જેણે પોતાનો આગવો ચાહકવર્ગ ઊભો કર્યાે છે. ‘ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલ છેલ્લા એક દાયકાથી તે દર્શકોને ફૂલ એન્ટરટેઇન કરી રહી છે.
અંગુરી ભાભી, અનિતા ભાભી, વિભૂતિજી, તિવારીજી, સક્સેનાજી સહિતના પાત્રો દરેક ઉમરના દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દે છે. જોકે, હવે આ ટીવી સીરિયલ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.ઝી સિનેમા અને ઝી સ્ટુડિયોએ’ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલને લઈને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
જેને ‘ભાભીજી ઘર પર હે ફન ઓન ધ રન’ ટાઇટલ આપવામાં આવ્યું છે. ફિલ્મ મેકર્સે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ભાભાજી જે અત્યાર સુધી ઘરે હતા, હવે કે મોટા પડદે આવશે.
‘ભાભીજી ઘર પર હે ફન ઓન ધ રન’ થિએટર્સમાં ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રિલીઝ થશે. જેમાં હવે ટીવી સીરિયલના મુખ્ય કલાકારો સાથે હિંદી બેલ્ટના ધમાકેદાર કલાકારો- રવિ કિશન, મુકેશ તિવારી અને નિરહુઆ જોવા મળશે. જે ફિલ્મને વધારે મનોરંજક બનાવશે. તેથી ‘ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલના ચાહકો હવે આ ફિલ્મની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૧૫માં ‘ભાભીજી ઘર પર હે’ ટીવી સીરિયલ શરૂ થઈ છે. ટીવી સીરિયલની સ્ટોરી બે પડોશી દંપતિઓ મિશ્રા અને તિવારી પરિવારની આસપાસ ફરતી જોવા મળે છે. ટીવી સીરિયલમાં આસિફ શેખ, રોહિતાશ ગૌર, શુભાંગી અત્રે, વિદિશા શ્રીવાસ્તવ, યોગેશ ત્રિપાઠી સહિતના ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.SS1MS
