Western Times News

Gujarati News

‘આપ’ના કાર્યાલય પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થતા પ્રથમ રાઉન્ડથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સરસાઈ ધરાવતા હોવાથી દિલ્હીમાં સતત ત્રીજી વખત આપ ની સરકાર રચાય તેવી સ્થિતિ  જાવા મળતી હતી સવારથી જ પક્ષના તમામ આગેવાનો કાર્યાલય પહોચી ગયા હતા અને મતગણતરી પર નજર રાખતા હતાં.

સવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અગ્રણી કેજરીવાલ ભગવાનના દર્શન કરી સીધા જ પક્ષના કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત  કાર્યકરો તથા આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

કેજરીવાલે કાર્યાલય ખાતે પહોંચતા જ કાર્યકરોને સંદેશો આપ્યો હતો જયારે કાર્યાલય બહાર એકત્ર થયેલા સેંકડો કાર્યકરો ઉજવણી કરતા જાવા મળ્યા હતાં. મતગણતરી શરૂ થતાંની સાથે જ પાર્ટીના કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા અને ગણતરીની મીનીટોમાં જ સમગ્ર કાર્યાલયને શણગારી દેવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.