Western Times News

Gujarati News

ઈ-વે બીલ માટે એકસાથે અમદાવાદના 75 ટકા વેપારીઓને CGSTની નોટીસ

ડેટા પ્રાઈવસીનું CGST વિભાગ દ્વારા હનન થતાં વેપારીઓમાં ભારે રોષ -ખરીદ-વેચાણના ડેટા તપાસ્યા વિના જ આડેધડ નોટીસો ફટકાર્યાનો આક્ષેપ

(એજન્સી)અમદાવાદ, શહેરના ૭પ ટકા જેટલા રજીસ્ટર્ડ વેપારીઓને જીસીએસટી વિભાગ દ્વારા સેકશન ૭૪ અન્વયે ઈ-વે બીલમાં ખામી હોવાના માટે એક સાથે નોટીસ ફટકારાઈ છે. જેમાં એકસાથે એટલે કે, એક જ નોટીસમાંથી પ૦થી વધુ વેપારીઓનો ડેટા નાખવામાં આવ્યો છે.

જેના કારણે કયો વેપારી કોની સાથે વેપાર કરી રહયો છે. તેમજ કયાંથી સામાન ખરીદી રહયો છે. આ ઉપરાંત તેમના વેપારની તમામ ટ્રાન્ઝેકશનની વિગતો ડેટા પ્રાઈવસીની ધ્યાનમાં લીધા વગર થજ અન્ય હોવાથી સાથે નોટીસના માધ્યમથી શેર કરી દેવાયો.

આ કારણે વેપારીઓના ડેટા પ્રાઈવસીનું હનન થતાં તેમનો રોષ વધ્યો છે. જયારે આ નોટીસ નાણાકીય વર્ષ ૧૮-૧૯ની છે. અને તેના માટેની નોટીસ આપવા માટે ૬ વર્ષનો સમગ્ર હોય છે. જેમાં ૬ વર્ષ જયારે સમાપ્ત થઈ રહયા હતા. ત્યારે ૩૦ જુન ર૦રપના નોટીસ આપવામાં આવી છે.

આમ અંતીમ તારીખોમાં નોટીસ આપવાના કારણે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થાય છે. જીએસટી આવ્યા બાદ ઈ-વે બીલ ૧ ફેબ્રુ ર૦૧૮ થી શરૂ થયા છે. અને જેમાં એક જ બીલ નંબર પરથી એક જ બીલ બનાવી શકાય છે. પરંતુ ટેકનીકલ ફોલ્ટ હોવાના કારણે વેપારી બિલ બનાવવા દરમ્યાન લોગ આઉટ થઈ જાય કે કોઈ પણ કારણોસર બીલ નથી બનતું જે સીસ્ટમની જ ભુલ હોવાના કારણે એકથી વધુ બિલ બની રહયા છે.

આ અંગે ફરીયાદ કરતાં વેપારીઓએ જણાવ્યું કે, વેપારી દ્વારા વેચાણના અને તેના નાણાંકીય ટ્રાન્ઝેકશનના તમામ પુરાવા આપવામાં આવે છે. અને તેની ક્રેડીટ પણ બ્‌ંને વેપારીઓને મળી ગઈ હોય છે. તેમ છતાં અધિકારી દ્વારા આને તમે બે વાર વેચાણ કર્યું એવું સાબીત થાય છે. અને તેના દ્વારા હેરાન કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.