શ્રદ્ધા કપૂર ડાન્સ કરતી વખતે ઘાયલ થતાં ઈથાનું શૂટિંગ અટક્યું
મુંબઈ, શ્રદ્ધા કપૂર ‘ઈથા’ ફિલ્મ માટે લાવણી ડાન્સની એક સીકવન્સનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ઘાયલ થઈ હતી. શ્રદ્ધાને ઈજા થતાં ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. ‘ઈથા’ મહારાષ્ટ્રનાં વિખ્યાત નૃત્યાંગના વિઠાબાઈ નારાયણગાંવકરની બાયોપિક છે. તેઓ લાવણી નૃત્ય કળામાં બહુ પારંગત હતાં. શ્રદ્ધાએ આ રોલ માટે ૧૫ કિગ્રા વજન વધાર્યું છે.
શૂટિંગ વખતે તે નવવારી સાડી, હેવી જ્વેલરી તથા કમરપટ્ટામાં સજ્જ હતી. લાવણીમાં વાદ્યના તાલે એકદમ ઝડપથી આગળ પાછળ અને ક્રોસ મુવમેન્ટ કરવાની હોય છે. આમ કરવા જતાં શ્રદ્ધાનું બધું વજન તેના ડાબા પગ પર આવી ગયું હતું અને તે ગબડી પડી હતી.SS1MS
