Western Times News

Gujarati News

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા કેમ્પેઇનની 15મી એડિશન રજૂ કરી

“ગુજરાતી લગ્નો જીવંત, સંગીતમય અને જીવનથી ભરપૂર હોય છે – ગરબાની પહેલી રાતથી લઈને નવવધૂની અંતિમ વિદાય સુધી. આપણી નવવધૂઓ બોલ્ડ જ્વેલરી પસંદ કરે છેઃ માનસી પારેખ

નવેમ્બર 25-, 2025: દરેક ભારતીય નવવધૂ લાગણીઓની એક દુનિયા ધરાવતી હોય છે – એવી વિધિઓ જેને જોઈને તે મોટી થઈ હોય છે, જે સંસ્કૃતિ સાથે તે જોડાયેલી હોય છે, જે યાદો તેના હૃદયની હંમેશા નજીક હોય છે અને આભૂષણો જે તેના જીવનના સૌથી મહત્વના દિવસો પૈકીના એક દિવસે તેની ઓળખનો ભાગ બની જાય છે.

વિશ્વની સૌથી મોટી ગોલ્ડ અને ડાયમંડ રિટેલ ચેઇન્સ પૈકીની એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક તાણાવાણામાં નવવધૂના આભૂષણોના મહત્વની લાંબા સમયથી સમજ મેળવી છે. Malabar Gold & Diamonds Unveils Grand 15th Edition of ‘Brides of India’

બ્રાઇડલ રેન્જ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ દ્વારા કાળજીપૂર્વક કલ્પના કરાયેલી, ઘડાયેલી અને તૈયાર કરાયેલી ડિઝાઇન્સને સાથે લાવે છે જે એવા આભૂષણો બનાવે છે જે દરેક નવવધૂની પરંપરાઓને સન્માનિત કરે તેવી શુદ્ધતા, ઉદ્દેશ્ય અને કારીગરી સાથે તૈયાર કરાયેલા હોય. નવવધૂના આભૂષણોમાં ઊંડી નિપુણતા સાથે બ્રાન્ડે દેશભરની નવવધૂઓની વિશિષ્ટ પરંપરાઓને સન્માનિત કરે તેવી ડિઝાઇન્સ તૈયાર કરવામાં એક અદ્વિતીય વારસો ઊભો કર્યો છે.

આ મહત્વની સિદ્ધિના પ્રસંગે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે તેના ફ્લેગશિપ બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા કેમ્પેઇનની 15મી એડિશનનો પ્રારંભ કર્યો હતો અને ભારતની સૌથી મોટી અને અત્યંત પ્રતીક્ષિત બ્રાઇડલ પ્રોપર્ટીઝ પૈકીની એકને માન્યતા આપી હતી. આ વર્ષની એડિશન 22 નવવધૂઓ અને 10 સેલિબ્રિટીઝ – માનસી પારેખ, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, એનટીઆર, કાર્તિ, અનિલ કપૂર, શ્રીનિધિ શેટ્ટી, રૂક્મણિ મૈત્રા, સબ્યસાચી મિશ્રા અને પ્રાર્થના બેહેરેને સાથે લાવે છે જે દરેક આ કેમ્પેઇન જેના માટે જાણીતું છે તે સ્કેલ, વિવિધતા અને ભાવનાત્મક ગહનતાને વ્યક્ત કરે છે.

https://www.youtube.com/watch?v=CvW1EkLfGH4

આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક વર્મન દ્વારા કરવામાં આવ્યું છે અને શુભજીત મુખર્જીએ સંગીત આપ્યું છે, જે દ્રશ્ય અને સંગીતમય કથાને એકસાથે લાવે છે. ફિલ્મ ભારતની અનેક નવવધૂ સંસ્કૃતિઓના સારને સમાવે છે અને દરેક નવવધૂની વાર્તાને આકાર આપનારી વિધિઓ, લાગણીઓ અને વારસાની ઉજવણી કરે છે.

15મી એડિશન શા માટે મહત્વની છે તે અંગે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ચેરમેન શ્રી એમ. પી. અહેમદે જણાવ્યું હતું કે “દર વર્ષે બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા કેમ્પેઇન આ દેશની નવવધૂઓને અમારા તરફથી એક નમન છે અને 15મી એડિશન અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમે દર્શાવ્યું છે કે નવવધૂઓ પરંપરાનું સન્માન કેવી રીતે કરે છે અને તેમાં પોતાની અભિવ્યક્તિ લાવે છે. આ એડિશન તે પરંપરાઓની ગહનતાની ઉજવણી કરે છે – યાદો, ધાર્મિક વિધિઓ અને સંબંધો જે તેની વ્યાખ્યા કરે છે. પારદર્શકતા અને ગુણવત્તાની ખાતરી પ્રત્યે મલાબારની પ્રતિબદ્ધતા સાથે, અમે ઇચ્છીએ છીએ કે દરેક પરિવાર અર્થપૂર્ણ અને વિશ્વસનીય આભૂષણો પસંદ કરવામાં આત્મવિશ્વાસ અનુભવે.”

ભારતની વિવિધતાની ઉજવણીઃ
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા કેમ્પેઇને હંમેશા ભારતીય નવવધૂ પરંપરાઓની અસાધારણ વિવિધતાને સન્માનિત કરી છે અને આ એડિશન સમગ્ર દેશના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કલેક્શન ઉત્તરથી પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણ સુધીના દરેક ક્ષેત્રમાં ફેલાયેલું છે, જેમાં દરેક સાંસ્કૃતિક ઓળખ માટે બનાવાયેલા ઘરેણાં રજૂ કરવામાં આવ્યા છે. તેમાં રાજસ્થાનની શાહી પોલ્કી કારીગરી, તમિળનાડુની મંદિર-પ્રેરિત સોનાની કલાત્મકતા, કેરળની પરંપરાગત કસાવુ-પ્રેરિત બ્રાઇડલ ગોલ્ડ અને બંગાળના આભૂષણ વારસાને વ્યાખ્યાયિત કરતી જટિલ રચનાઓનો સમાવેશ થાય છે.

પરંપરાઓ જે સમગ્ર ભારતની યાત્રા કરે છેઃ
આ કલેક્શનને વધુ ખાસ બનાવે છે તે તેની સમગ્ર ભારતમાં ઉપલબ્ધતા, જેનાથી કોઈપણ નવવધૂ, ગમે ત્યાંથી, કોઈપણ સાંસ્કૃતિક શૈલીના ઘરેણાં પસંદ કરી શકે છે. ચેન્નઈમાં રહેલી નવવધૂ રાજસ્થાની પોલ્કી સેટ પસંદ કરી શકે છે, એ જ રીતે જેમ દિલ્હીમાં રહેલી નવવધૂ દક્ષિણની ટેમ્પલ જ્વેલરી ઘરે લાવી શકે છે, જે મલાબારના વ્યાપક ડિઝાઇન આર્કાઇવ અને કસ્ટમાઇઝેશન કુશળતાનું પ્રતિબિંબ પાડે છે.

2025ની એડિશન મલાબારની કેટલીક સિગ્નેચર બ્રાઇડલ લાઇન્સને એકસાથે લાવે છે, જેમાં ભારતીય વારસો અને ટેમ્પલ આર્ટથી પ્રેરિત ડિવાઇન કલેક્શન, માણેક, પન્ના અને નીલમ ધરાવતું રત્ન-સમૃદ્ધ પ્રેશિયા કલેક્શન અને સમકાલિન છતાં પરંપરામાં મૂળ ધરાવતા ડાયમંડ કલેક્શનનો સમાવેશ થાય છે જે ભારતના સાંસ્કૃતિક ક્ષેત્રમાંથી મેળવેલા મોટિફ્સ સાથે તેજસ્વી હીરાનું મિશ્રણ કરે છે. એકસાથે આ કલેક્શન્સ ભારતીય નવવધૂની ઓળખના આબેહૂબ તાણાવાણા બનાવે છે અને છેલ્લા 15 વર્ષોમાં બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવેલા સમૃદ્ધ વારસાને આગળ લઈ જાય છે.

બ્રાઇડલ રેન્જમાં રહેલા દરેક પીસની ડિઝાઇન, ઘડામણ અને કારીગરી મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના કુશળ કારીગરો દ્વારા કરવામાં આવી છે, જેનાથી તે તેની સંસ્કૃતિ, તેની ધાર્મિક વિધિઓ અને તેના લગ્નપ્રસંગોની શુભ ક્ષણોનું સન્માન કરે તેવા આભૂષણો મેળવી શકે છે.

માનસી પારેખે જણાવ્યું હતું કે, “ગુજરાતી લગ્નો જીવંત, સંગીતમય અને જીવનથી ભરપૂર હોય છે – ગરબાની પહેલી રાતથી લઈને નવવધૂની અંતિમ વિદાય સુધી. આપણી નવવધૂઓ બોલ્ડ જ્વેલરી પસંદ કરે છે, પરંતુ તેઓ આરામ અને ભાવનાત્મક મહત્વને પણ મહત્વ આપે છે. બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા કારીગરી, રંગ અને ભાવનાને એકસાથે લાવીને આ ભાવનાને એવી અદ્ભુત રીતે કેદ કરે છે જે ઉત્સવપૂર્ણ છે છતાં સહેલાઇથી અનુભવાય છે.”

આલિયા ભટ્ટે ઉમેર્યું હતું કે “દરેક નવવધૂ પોતાના લગ્નમાં પોતાનું વ્યક્તિત્વ લાવે છે, પરંપરાને એવી રીતે વ્યક્ત કરે છે જે તેને સાચી લાગે. બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા આ જ ભાવના રજૂ કરે છે. મલાબાર આ ભાવનાને સુદર રીતે એવા આભૂષણો દ્વારા સમાવે છે જે અર્થપૂર્ણ, સમકાલિન અને તેની વાર્તા સાથે જોડાયેલા લાગે છે.”

કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે “દરેક નવવધૂ એ પરંપરાઓ ધરાવે છે જેની સાથે તે મોટી થઈ છે અને લગ્ન દરેક ધાર્મિક વિધિ તથા ક્ષણ દ્વારા તે વારસાને જીવંત બનાવે છે. બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયાની એક બાબત મને ખૂબ જ ગમે છે કે મલાબાર નવવધૂને કેન્દ્રમાં રાખીને આ વાર્તાઓને એક સાંસ્કૃતિક કથા હેઠળ એકસાથે લાવે છે. આ કેમ્પેઇનનો ભાગ બનવું હંમેશા ખાસ લાગ્યું છે કારણ કે તે આપણા મૂળને પ્રામાણિકતા અને ભવ્યતા સાથે ઉજવે છે.”

15મી એડિશન સાથે, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ભારતના અગ્રણી વન-સ્ટોપ બ્રાઇડલ ડેસ્ટિનેશન તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે, જે સોના, હીરા, પ્લેટિનમ અને રત્ન જ્વેલરીમાં સંસ્કૃતિઓ મુજબની અને સમકાલિન ડિઝાઇન ઓફર કરે છે. તેની ડિઝાઇન ગહનતા અને સાંસ્કૃતિક મૂળિયા ધરાવતી બ્રાઇડલ કારીગરી સાથે મલાબાર એવા આભૂષણો ઇચ્છતા પરિવારોને ધ્યાનમાં રાખે છે જે તેમના માટે શુભ અને અધિકૃત હોય. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ નવવધૂઓને તેમના વારસા, તેમની ઓળખ અને તેઓ જે યાદોને આગળ વધારવા માંગે છે તેનું પ્રતિબિંબ પાડે તેવા આભૂષણો જોવા માટે આમંત્રણ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.