બે વર્ષ પૂર્વે ગુમ થયેલી યુવતીને મહીસાગર જિલ્લાની SOG ટીમે શોધી કાઢી
Oplus_131072
(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જિલ્લામાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઇવ દરમ્યાન ર્જીંય્ ટીમે બે વર્ષથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢી હતી. લાંબા સમયથી પીડિત પરિવાર પોતાની પુત્રીને મળવા માટે આતુર હતો, ત્યારે SOGએ સતત તપાસ અને બુદ્ધિશાળી કાર્યપદ્ધતિથી આ કેસે સફળ પરિણામ આપ્યું.
માહિતી મુજબ, બે વર્ષ પહેલા ગુમ થયેલી યુવતીનો કોઈ પતો મળી રહ્યો ન હતો. પરિવાર દ્વારા અનેક પ્રયત્નો કર્યા છતાં કોઈ સુત્ર હાથ લાગતું ન હતું. પોલીસ અધિક્ષક મહીસાગર દ્વારા ગુમશુદા કેસોને પ્રાથમિકતા આપવા ખાસ સૂચના આપવામાં આવ્યા બાદ SOGએ ફરી તપાસ શરૂ કરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ, સ્થાનિક તપાસ અને ગુપ્તચરોની માહિતીના આધારે SOGએ યુવતીનો પતો શોધ્યો હતો. યુવતીને સલામત હાલતમાં શોધી કાઢી ર્જીંય્ટીમે તેને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વર્ષો પછી પોતાના સંતાનને જોઈ પરિવાર સભ્યોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
પોલીસ અધિક્ષકએ SOG ટીમના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આવા ડ્રાઇવનો ઉદ્દેશ ગુમ થયેલ લોકોને પતા લગાવી તેમને તેમની સુરક્ષિત પરત ફેરીવવાની છે.આ કામગીરીથી મહીસાગર પોલીસની પ્રતિબદ્ધતા અને જનહિત માટેની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.
