Western Times News

Gujarati News

ગુજરાતમાં દરરોજ ૨૦૬ મહિલાઓ ઘરેલું હિંસાનો શિકાર થઈ રહી છે

AI Image

ગત વર્ષે અભયમમાં ૨.૧૭ લાખ કોલ્સ આવ્યા હતા આ સ્થિતિએ દરરોજ આવેલા કોલ્સનું પ્રમાણ ૫૯૫ હતુ

અમદાવાદ, ગુજરાતમાં મહિલા સામે ઘરેલુ હિંસાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જ ૬૭ હજારથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની ચૂકી છે. આમ, દરરોજ સરેરાશ ૨૦૬ જેટલી મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે અને તેમાં ચિંતાજક વધારો જોવા મળી રહ્યો છે.

વર્ષ ૨૦૨૫માં કયા જિલ્લામાં મહિલા સામે હિંસાના સૌથી વધુ કેસ?

 

દર વર્ષે ૨૫ નવેમ્બરની ઉજવણી ‘મહિલા સામે સામે હિંસા નિવારણ દિવસ’ તરીકે કરવામાં આવે છે.

મહિલાઓ માટેની હેલ્પલાઇન ‘અભયમ્’ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી ૧.૬૮ લાખથી વધુ કોલ્સ આવી ચૂક્્યા છે. અભયમમાં આવેલા કોલ્સમાંથી અંદાજે ૪૦ ટકા ઘરેલું હિંસાને લગતા હોય છે. ગત વર્ષે અભયમમાં ૨.૧૭ લાખ કોલ્સ આવ્યા હતા. આ સ્થિતિએ દરરોજ આવેલા કોલ્સનું પ્રમાણ ૫૯૫ હતું. જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ૧.૬૮ લાખ કોલ્સ આવ્યા હતા.

જાણકારોના મતે ઘરેલુ હિંસાનો કાયદો ૨૦૦૫માં અÂસ્તત્વમાં આવ્યો હતો. આ કાયદો અમલમાં આવ્યો એ પહેલાં પણ જો કોઈ હિંસા થઈ હોય એટલે કે, ભૂતકાળમાં પણ ઘરેલું હિંસા બની હોય તો એને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. આ પહેલાં જે કાયદો હતો એ પત્ની, માતા અને પુત્રીને આવરી લેતો હતો. પરંતુ, હવે જે ડોમેસ્ટિક કાયદો છે એ દરેક સ્ત્રીને આવરી લે છે . એટલે કે સ્ત્રીની વ્યાખ્યા પહેલાં માતા કે પત્ની પૂરતી સિમિત હતી. એમાં હવે તમામ સ્ત્રી આવી ગઈ. એટલે કે, પ્રેમ સંબંધ હોય અને એની સાથે રહ્યા હોય એને પણ આ કાયદો લાગુ પડે છે.

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલા સામે હિંસાના કેસ 

વર્ષ કેસ
૨૦૨૧ ૨૬,૯૯૯
૨૦૨૨ ૩૧,૬૧૨
૨૦૨૩ ૪૦,૦૨૭
૨૦૨૪ ૪૪,૭૯૧
૨૦૨૫ ૩૩,૮૬૯
કુલ (્‌ર્ંટ્ઠઙ્મ) ૧,૭૭,૨૯૮

આ સિવાય, પતિ હાથ ઉપાડે તો પત્નીએ જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. હકીકતમાં મહિલાઓ સમાજ, સગાસંબંધી અને પરિવાર વિશે વિચારીને જ સહન કરે છે. એમને લાગે છે કે, હું ફરિયાદ કરીશ તો મારા ઘરની આબરૂ જશે. કોઈ શું વિચારશે? પરંતુ, પોતાનું જીવન જીવવાનો હક દરેક મહિલાને છે. પોતાના પર થતા અત્યાચાર સામે સો ટકા પગલાં લેવા જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.