Western Times News

Gujarati News

ગેરકાયદેસર રીતે સુરક્ષિત વન્યજીવ સુરજ કાચબો અને સુડા પોપટના વેપારમાં સંકળાયેલ આરોપીઓના ઘરે દરોડા

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી અને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગનાં સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું

ઘરમાંથી Indian star tortoise- ૩૪ નંગ અને સુડા પોપટ (રોઝ રીંગ પેરાકીટ) -101 નંગ પાંજરામાં બંધક હાલતમાં મળી આવેલ.

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી અને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદના સ્ટાફ ધ્વારા મળેલ માહિતીના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાર્શ કરવા માટે ડૉ. જયપાલ સિંધ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સહકારથી સુશ્રી વિધી ચૌધરી, IPS, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ,

અમદાવાદ રેન્જ તથા ડૉ. કે. રમેશ (IFS), ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ, અમદાવાદ દ્વારા માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપવામાં આવ્યુ હતું. જેના આધારે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શ્રી ઓમપ્રકાશ જાટ, IPS, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય : ડૉ. મિનલ જાની (GFS), ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ; તથા શ્રી એચ.એન. ચાવડા, ACF-અમદાવાદ દ્વારા સમગ્ર ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.23/11/2025ના રોજ મળેલ બાતમીના આધારે દિલ્લી ચકલા વિસ્તારમાં 2 ટીમ બનાવી અલગ અલગ સ્થળ પર પહોંચેલ. ટીમ-1 ધ્વારા કીડી પાડાની પોળ, શાહપુર સ્થળ પર પહોંચી તપાસ કરતા ઘરમાંથી Indian star tortoise- ૩૪ નંગ જે વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, 1972 હેઠળ શિડ્યુલ-1માં આવેલ છે પાંજરામાં બંધક હાલતમાં મળી આવેલ. તેમજ ટીમ-2 ધ્વારા બાતમીના આધારે ગુંડી ચોક, શાહપુર સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા ઘરમાંથી સુડા પોપટ (રોઝ રીંગ પેરાકીટ) -101 નંગ પાંજરામાં બંધક હાલતમાં મળી આવેલ. જે વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, 1972 હેઠળ શિડયુલ-2માં આવેલ છે.

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કેસની આગળની તપાસ ચાલુ છે. રેડ દરમિયાન મળેલ મુદ્દામાલ કબજે લઈ દસ્ક્રોઈ રેંજમાં આવેલ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે પહોંચાડવામાં આવેલ છે તેવું નાયક વનરક્ષક સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદની અખબાર યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.