Western Times News

Gujarati News

ગરવી ગુર્જરીના માધ્યમથી ગુજરાતના હસ્તકલાકારો ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને આપી રહ્યા છે વેગ

ગરવી ગુર્જરી’ના સહયોગથી ગાંધીનગરના રિદ્ધિબહેન ચાવડાએ કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહનકાપડ ઉપરાંત હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગ ઉતાર્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત રાજ્ય મજબૂત સમર્થન પૂરું પાડી રહ્યું છે. ખાસ કરીનેહસ્તકલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહન આપીને રાજ્યએ સ્વદેશી અભિયાનને નવી દિશા આપી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ના દૃષ્ટિકોણ સાથે સ્વદેશી કારીગરી અને પરંપરાગત હસ્તકલાને આધુનિક બજારમાં નવી ઓળખ આપી રહી છે. આ પ્રયાસમાં ગુજરાત સરકારની સંસ્થા “ગરવી ગુર્જરી” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ગુજરાતના કારીગરો માટે નવા આયામો ખુલ્યા છેજેમાં ગાંધીનગરના કલમકારી કલાકાર રિદ્ધિ ચાવડાની સફર ઉલ્લેખનીય છે.

કલમકારીને નવી ઓળખ અપાવવાના રિદ્ધિ ચાવડાના પ્રયાસને ગરવી ગુર્જરીનો સથવારો

વર્ષ 2019માં જ્યારે રિદ્ધિબહેને પહેલી વખત હાથમાં પેઇન્ટ બ્રશ ઉપાડ્યું ત્યારે તેમણે એવું વિચાર્યું પણ નહીં હોય કે તેમની પરંપરાગત કળાને નવી ઓળખ મળશે અને તે અન્ય લોકો માટે રોજગારીની તકો પણ લઈને આવશે. રિદ્ધિબહેન સુંદર કલમકારી (કાપડ પર ચિત્રકામ કરવાની કળા) કરીને ભારતીય લોક પરંપરાથી પ્રેરિત સુંદર ચિત્રો બનાવે છે. શરૂઆતના વર્ષોમાં તેમણે ઉત્કૃષ્ટ કારીગરી કરીને હેન્ડ-પેઇન્ટેડ કલમકારી સાડીદુપટ્ટા અને કુશન બનાવ્યા હતા,

જે પૌરાણિક કથાઓપ્રકૃતિ અને વિવિધ ભાવને પ્રતિબિંબિત કરતા હતા. રિદ્ધિબહેને જણાવ્યું કે, “કલમકારી એ સુંદર કામ છેપણ તે સમય માગી લે તેવી કળા છે અને ખર્ચાળ પણ છે. હું કલમકારીને લોકો માટે સુલભ બનાવવા માગતી હતી અને આ દરમ્યાન મારો પરિચય ગરવી ગુર્જરી સાથે થયો અને ત્યાંથી મારી કળાની નવી સફર શરૂ થઈ.”

ગરવી ગુર્જરીએ મારી કલમકારીને નવી દિશા આપી”: રિદ્ધિ ચાવડા

રિદ્ધિબહેને જ્યારે કસ્ટમાઇઝ્ડ ઓર્ડર લેવાનું શરૂ કર્યું એ દરમ્યાન તેમનો પરિચય ગરવી ગુર્જરી સાથે થયોજે પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતું મંચ છે. રિદ્ધિબહેને ગરવી ગુર્જરીના સહયોગ અને માર્ગદર્શન થકી પરંપરાગત કલમકારી કળાને રોજિંદા ઉપયોગી પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરીને સ્વદેશી કળાને ઘરે-ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

તેમણે પરંપરાગત કાપડ સુધી મર્યાદિત ન રહેતાં આધુનિક હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગો ઉતાર્યા. તેમણે ગરવી ગુર્જરીના સહકારથી તૈયાર કરેલી કેન્ડલટ્રેકોસ્ટર જેવી હોમ એક્સેસરીઝ અને અન્ય સુશોભનની વસ્તુઓ લોકપ્રિય બની છે. રિદ્ધિબહેનનો આ પ્રયાસ વડાપ્રધાનશ્રીના ‘હર ઘર સ્વદેશી’ અભિયાનના હેતુ સાથે સુસંગત છેજે ઘરે-ઘરે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂકે છે.

20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગરવી ગુર્જરી મારફતે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય (CMO) માટે દિવાળી ગિફ્ટ ઓર્ડર મળ્યા બાદ રિદ્ધિ ચાવડાએ પોતાના વર્કશોપમાં 20થી વધુ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિદ્ધિબહેને જણાવ્યું કે, “ગુજરાત સરકારની ગરવી ગુર્જરી સંસ્થાના સહયોગથી અમને વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. અમારું ધ્યેય આ હસ્તકળાના માધ્યમથી મહિલાઓને સશક્ત બનાવવાનો અને સર્જનાત્મકતાને વિસ્તૃત કરવાનો છે.”

સ્વદેશી અભિયાનથી આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધતું ગુજરાત

રાજ્યની હસ્તકલા અને હાથશાળની સમગ્ર દેશ અને વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાતેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (જીએસએચએચડીસી) ગુજરાતના આ પરંપરાગત વારસાના વેલાને સતત સિંચી રહ્યું છે. જીએસએચએચડીસીના ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ થકી રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.

‘ગરવી-ગુર્જરી’ હાથશાળ-હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરતા અંતરિયાળ ગામોના હજારો કારીગરોના કલા-કસબ તથા પરિશ્રમને લોકો સુધી પહોંચાડે છે અને તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાના સતત પ્રયત્નો કરે છે. ગરવી ગુર્જરી એ મંચ છેજે કારીગરોને નાણાકીય સહાયડિઝાઇન માર્ગદર્શન અને માર્કેટ લિંકેજ પૂરી પાડીને ‘સ્વદેશીથી સ્વાભિમાન’ સુધીની સફર સુનિશ્ચિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.