Western Times News

Gujarati News

પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધા દિલ્હીની બહાર અમદાવાદમાં યોજાવા જઈ રહી છે

ભારતમાં અગાઉ એશિયન ગેમ્સ યોજવામાં આવી હતી અને આ ત્રણેય ગેમ્સ દિલ્હીમાં યોજાઈ હતી.

ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદમાં કોમનવેલ્થ-૨૦૩૦ રમાશે-કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્ત્વનું માનવામાં આવે છે.

(એજન્સી)ગ્લોસગો, વિશ્વના કોઈપણ દેશને આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધાના આયોજનનું યજમાનપદ મળે તે ખૂબ જ ગૌરવની વાત હોય છે. જેના થકી આ દેશના અર્થતંત્રને તથા માળખાકીય સુવિધાથી સજ્જ માનવામાં આવે છે. આવી જ એક ગૌરવપૂર્ણ ઘટના બુધવારે ભારત માટે બની છે.

કોમનવેલ્થ-૨૦૩૦ માટે ભારતે અમદાવાદમાં યોજવાની યજમાની નોંધાવી હતી. બુધવારે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળેલી બેઠકમાં અમદાવાદના નામ ઉપર મ્હોર લાગતાં સમગ્ર ભારતદેશમાં ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે. આ સમયે ગ્લાસગો શહેરમાં યોજાયેલી મીટીંગમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન હાજર હતું અને નિર્ણય લેવાતાની સાથે જ ડેલિગેશને ખુશખુશાલી વ્યક્ત કરી હતી.

કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતાં જ હવે ગુજરાતમાં ઓલિમ્પિક રમત યોજાય તે માટેનું પ્લેટફોર્મ મળી ગયું છે અને ગુજરાત સરકાર ભારત સરકારની મદદથી હવે ઓલિમ્પિક ગેમ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ક્ષણને ઐતિહાસિક ગણાવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે.

કોમનવેલ્થ ગેમ્સે ૧૦૦ વર્ષ થઈ જાય છે ત્યારે તેનું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે તે જ સન્માનની વાત છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈંગ્લેન્ડ, ભારત સહિત કુલ ૯ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. ભારતમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. ભારતમાં અગાઉ એશિયન ગેમ્સ યોજવામાં આવી હતી અને આ ત્રણેય ગેમ્સ દિલ્હીમાં યોજાઈ હતી. જ્યારે પ્રથમ વખત આવી ગેમ દિલ્હીની બહાર અમદાવાદમાં યોજાવા જઈ રહી છે.

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે છેલ્લાં ૩ વર્ષથી તૈયારી ચાલતી હતી. તેની સાથે સાથે ઓલિમ્પિક માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અગાઉ કોમનવેલ્થની ટીમ બે વખત ગુજરાતની મુલાકાતે આવી ગઈ છે અને ગેમ્સના આયોજન માટેની માળખાકીય સુવિધાઓ તેમજ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રતિનિધિ મંડળે પણ ત્રણ વખત પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતાં.

ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોમેનવેલ્થ ૨૦૩૦ની યજમાનીના લીધે રાજ્યના નાના-ઉદ્યોગોને પણ મહત્ત્વ મળશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. ગુજરાતના યુવાનોને મોટામાં મોટો લાભ મળશે. ગ્લાસમોમાં આ ગર્વીલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે, જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે.

કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્ત્વનું માનવામાં આવે છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને ૧૦૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.’

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, આપણા દેશમાં કોમનવેલ્થ રમાય તે ખૂબ ગર્વની વાત છે. તમામ ભારતીય માટે ખૂબ ગર્વની વાત છે. આપણા ત્યાંના ખેલાડીઓને પણ તક મળશે. દેશ-દુનિયાના ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે અને કેવી રીતે રમાય છે, તે દરેક લોકો આંખે જોઈ શકશે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આના સફળ આયોજન પછી ઓલિમ્પિક માટેનો આપણો દાવો વધુ મજબૂત થશે.

ગુજરાત યજમાની કરવામાં ક્યારેય પાછળ રહેતું નથી. કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે, તેવો મને વિશ્વાસ છે. અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોટ્‌ર્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, ૨૦૩૦ માટે અમદાવાદને યજમાની મળતા એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની ૧૦૦મી વર્ષગાંઠ પણ હશે.

અત્યારસુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. એમાં ઓસ્ટ્રેલિયાએ ૫ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.