Western Times News

Gujarati News

અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરાયાં

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટી તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા બુધવારે વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ દબાણ આશરે ૧૦૦ વાર જેટલું અને વર્ષાે જૂનું હતું. મળતી માહિતી મુજબ, વહીવટી તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીકલ બાલાપીર દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.

બુધવારે વહેલી સવારે દરગાહનું વર્ષાે જૂનું ૧૦૦ વાર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. ધાર્મિક દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ આ કામગીરી દરમિયાન હાજર રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી જનહિતમાં આ વર્ષાે જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.