રાજ્યમંત્રી સંજયસિંહની દીકરીના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપ્યા મુખ્યમંત્રીએ
નડીયાદના કમળા ખાતે ભુપેન્દ્ર પટેલે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના નિવાસ સ્થાને દીકરી સ્તુતિબાના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપ્યા
(પ્રતિનિધિ) નડીયાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપનના રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના સુપુત્રી સ્તુતિબા અને આદિત્ય સિંહના લગ્ન પ્રસંગે કમળા ગામ ખાતે પ્રેરક હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.
મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપનના રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની સુપુત્રીના લગ્ન પ્રસંગે નડિયાદ તાલુકાના કમળા મુકામે પધારેલા મુખ્યમંત્રીએ નવદંપતી સાથે સ્મરણ ભેટ રૂપે રાજ્યમંત્રી ના પરિવારજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. શ્રમ રોજગાર અને કૌશલ્ય મંત્રી કુંવરજી બાવળિયા એ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને આર્શીવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લાના મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલા, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્મા , જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ,
નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અધિક નિવાસી કલેક્ટર જે.બી.દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક, ડીઆરડીએ ડિરેક્ટર લલિત પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
