Western Times News

Gujarati News

અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર, શંકાસ્પદ શખ્સ પકડાયો

નવી દિલ્હી, દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે.

વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨ઃ૩૦ વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પૈટ્રિક મારિસી પહેલાં એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, બે નેશનલ ગાર્ડના સભ્યોના મોત થઈ ચુક્યા છે.

જોકે, તેમણે પોતાની પોસ્ટ બાદમાં ડિલિટ કરી દીધી.મેટ્રોપાલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, ગોળીબાર વ્હાઇટ હાઉસની પાસે થયો છે. ઘટનાની તુરંત બાદ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

અસાલ્ટ રાઇફલથી સજ્જ અધિકારી અનેક બ્લાક્સમાં ફેલાઇ ગયા અને આખો વિસ્તાર સીલબંધ કરી દેવામાં આવ્યો. રસ્તા બંધ કરી દેવાયા, અનેક પોલીસ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ ટીમ સક્રિય થઈ ગઈ. ત્યાં હાજર લોકોના જણાવ્યાનુસાર, અમુક જ મિનિટોમાં સુરક્ષાનો એક મોટો ઘેરો બનાવી દેવાયો અને કોઈને પણ પાસે જવાની મંજૂરી નહતી.

એફબીઆઈની વોશિંગ્ટન ફીલ્ડ ઓફિસે કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં બે નેશનલ ગાર્ડ સભ્યો પર થયેલી ફાયરિંગની તપાસ માટે સ્થાનિક કાયદાનું અમલ કરાવતી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તપાસ શરૂ હોવાના કારણે હાલ કોઈ વધુ માહિતી શેર કરી શકાશે નહીં.

જોકે, અધિકારીઓએ હજું સુધી એ નથી જણાવ્યું કે, ફાયરિંગ કેમ થઈ? આટલા મહત્ત્વપૂર્ણ સ્થળે ગોળીબાર થવો એક ગંભીર બાબત છે. તેથી, તપાસ એજન્સી કોઈપણ જાણકારીને ઉતાવળમાં જાહેર નથી કરી રહી.જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી અફઘાનિસ્તાનનો નાગરિક છે. શંકાસ્પદનું નામ રહેમાનુલ્લાહ લાકનવાલ જણાવવામાં આવી રહ્યું છે.

શરૂઆતી તપાસમાં સામે આવી રહ્યું છે, ૨૦૨૧માં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસએ અફઘાન નાગરિકો માટે ‘ઓપરેશન અલાઇઝ વેલકમ‘ હેછળ અસાઇલમ (શરણ) અરજી પ્રક્રિયા તેજ કરવામાં આવી હતી અને લાકનવાલે પણ આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને અમેરિકામાં પ્રવેશ કર્યાે હતો. વળી, આ મામલે એફબીઆઈ આતંકી હુમલાની તપાસ કરશે.

નેશનલ ગાર્ડના બે જવાનો પર ગોળીબાર કરનારની ઓળખ કરી લેવાઈ છે. એજન્સી અનુસાર, હુમલો કરનારા વોશિંગ્ટન વિસ્તારના નિવાસી નથી. હાલ, હુમલાખોરોની ધરપકડ કરી દેવાઈ છે અને તેમની પૂછપરછ શરૂ છે. અધિકારી ઘટનાનો હેતુ તપાસી રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લિવિટે જણાવ્યું કે, ‘પ્રમુખને આ વિશે જાણકારી આપવામાં આવી છે.’

ડોનાલ્ડ ટ્રમ્પ હાલ થેંક્સગિવિંગ રજાના પહેલાં પામ બીચ સ્થિત પોતાના રિઝોર્ટમાં છે. વળી, અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી વેન્સે આ સમયે કેંટકીમાં હાજર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્‌›થ સોશિયલ પર લખ્યું કે, જે વ્યક્તિએ બે નેશનલ ગાર્ડ જવાનો પર ગોળી ચલાવી, તેનાથી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. તે ખુદ પણ ઈજાગ્રસ્ત છે.

પરંતુ, જેણે પણ આ હરકત કરી છે તેને આની ભારે કિંમત ચૂકવવી પડશે. આપણા મહાન નેશનલ ગાર્ડ, સેના અને તમામ કાયદો લાગુ કરાવનારી એજન્સીઓને મારી સલામ. આ ખરેખર અદ્ભૂત લોકો છે. હું અમેરિકકાનો પ્રમુખ તરીકે અને પ્રમુખ કાર્યાલય સાથે જોડાયેલા તમામ લોકો તમારી સાથે ઊભા છે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.