Western Times News

Gujarati News

પૂર્વ પીએમ ઈમરાન ખાનનું જેલમાં મોત થયાની અફવાથી પાકિસ્તાનમાં તણાવ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સંસ્થાપક અને ક્રિકેટના મહાન ખેલાડી ઈમરાનખાનનું મોત થઈ ગયું છે? આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે.

અફઘાનિસ્તાન સ્થિત એક મીડિયા આઉટલેટે ઈમરાનખાનના મોતના સમાચાર પ્રસારિત કર્યા, ત્યાર પછી નેટિજન્સ એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સમાચાર ઝડપથી વાયરલ થવા માંડ્યા છે.

ઈમરાનખાનના મોતને લઈને ત્રણ થિયરીઓ સામે આવી છે. આ પૈકી તેમને જેલમાં ઝેર આપ્યું છે? બીમાર થયા છે? ગુપ્ત રીતે બીજી જેલમાં શિફ્ટ કરાયા છે?જોકે, પાકિસ્તાનની સરકારે તમામ થિયરીઓને અફવા ગણાવી છે.

પરંતુ ઈમરાનના પરિવારજનોની ચિંતાઓ અને બહેનોને મુલાકાતની મંજૂરી ન આપવાને કારણે શંકા વધુ મજબૂત થઈ છે. આ દરમિયાન, ઈમરાનખાનની ત્રણ બહેનો – નૂરીનખાન, અલીમા ખાન અને ઉસ્માખાને દાવો કર્યાે છે કે કોર્ટની મંજૂરી હોવા છતાં ત્રણ સપ્તાહથી પોતાના ભાઈની મુલાકાત થઈ રહી નથી.

એટલું જ નહીં, પરિવારની સભ્યો સાથે-સાથે તેમના વકીલ પણ ઈમરાનખાનને મળી શકતા નથી. આ સાથે ઈમરાનખાનની બહેનોએ આક્ષેપ લગાવ્યો કે અમને ઈમરાનની તબિયત અને તેના લોકેશનની પણ કોઈ માહિતી આપવામાં આવી રહી નથી.

ઉલ્લેખનીય છે કે, ઈમરાનખાનની ત્રણ બહેનોએ જ્યારે જેલમાં મળવાની માગણી કરી તો પોલીસે ત્રણેય બહેનો પર ક્‰ર હુમલો કર્યાના અહેવાલો આવ્યા હતા. ઈમરાનખાનની બહેનોએ પંજાબ પોલીસના વડા ઉસ્માન અનવરને લખેલા પત્રમાં કહ્યું કે અમારા પર થયેલો હુમલો પ્રિ-પ્લાન્ડ હતો. ૭૧ વર્ષીય નૂરીન નિયાજે કહ્યું કે અમે અમારા ભાઈની તબિયતને લઈને શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ મારા વાળ પકડીને મને જમીન પર ફેંકી દીધી અને રોડ પર ઘસડી હતી.

ઈમરાનખાન કેટલાક આરોપો હેઠળ ઓગસ્ટ ૨૦૨૩થી આદિયાલા જેલમાં કેદ છે. તેમના પક્ષના કહેવા મુજબ, તેમને સંપૂર્ણપણે અલગ અને એકાંતમાં જેલમાં રાખવામાં આવી રહ્યા છે. ઈમરાનખાનની મુલાકાત લેવા પર પ્રતિબંધ છે, અહીં સુધી કે તેમના વકીલો અને જરુરી ચીજવસ્તુ પર પણ રોક લગાવાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.