પાકિસ્તાને રામમંદિરમાં મોદી હસ્તે થયેલાં ધ્વજારોહણનો વિરોધ કર્યો
ઇસ્લામાબાદ, પાકિસ્તાને અયોધ્યાના રામમંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા ધ્વજારોહણ પર વિરોધ નોધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધી રહેલા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસવાના પ્રયાસનો ભાગ છે. પાકિસ્તાને દાવો કરીને કહ્યું કે, જે સ્થાને પહેલા બાબરી મસ્જિદ હતી, ત્યાં હવે રામમંદિર બનાવવામાં આવ્યું છે.
બાબરી મસ્જિદ સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું.૬ ડિસેમ્બર ૧૯૯૨એ આ મસ્જિદને ટોળાએ તોડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ મંગળવારે મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની કોર્ટાેએ બાબરી મસ્જિદ તોડી પાડનાર આરોપીઓને છોડી દીધા અને એ જમીન પર મંદિર નિર્માણની મંજૂરી આપી દીધી. આ લઘુમતીઓની સાથેના ભેદભાવનું સૌથી મોટું ઉદાહરણ છે. ભારતમાં ધાર્મિક લઘુમતીઓમાં – ખાસ કરીને મુસ્લિમો પર દબાણ વધી રહ્યું છે.
ભારતની કેટલીયે ઐતિહાસિક મસ્જિદો પર જોખમ છે. મુસ્લિમોને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે.અયોધ્યાના રામમંદિરમાં ધ્વજારોહણ વિધિ અંગે પાકિસ્તાનની સરકારના આક્ષેપોને ભારતે ફગાવી દીધા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, લઘુમતીઓ પર અત્યાચારનો ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવતા પાકિસ્તાને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે પાકિસ્તાનના રિપોર્ટની વાતો જોઈ છે અને તે એ જ અપમાનની સાથે ફગાવીએ છે, જેના એ હકદાર છે.SS1MS
