Arth by Emcure એ વર્લ્ડ આયર્ન ડેફિશિયન્સી ડે પર MS ધોની સાથે ઇન્વેસ્ટ ઇન આયર્ન કેમ્પેઇન લોન્ચ કર્યું
આ કેમ્પેઇન એનેમિયા અંગે દેશભરમાં જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે
મુંબઈ, વિજ્ઞાનને પ્રકૃતિ સાથે જોડવાની ફિલોસોફી પર આધારિત એક સર્વગ્રાહી સુખાકારી બ્રાન્ડ Arth by Emcure એ વર્લ્ડ આયર્ન ડેફિશિયન્સી ડે નિમિત્તે ક્રિકેટ જગતના આઇકોન ગણાતા એમએસ ધોની સાથે એક શક્તિશાળી નવી પહેલ શરૂ કરી છે. “ઇન્વેસ્ટ ઇન આયર્ન” શીર્ષક હેઠળના આ અભિયાનનો હેતુ એનેમિયા વિશે વ્યાપક જાગૃતિ લાવવાનો અને ઊર્જાના સ્તર, જીવનશક્તિ અને લાંબા ગાળાની સુખાકારી જાળવવામાં આયર્નની મહત્વપૂર્ણ ભૂમિકા રજૂ કરવાનો છે.
આયર્નની ઉણપ ભારતની સૌથી મોટી સ્વાસ્થ્યને લગતી ચિંતાઓમાંની એક છે. ઘણીવાર થાકને અવગણવામાં આવે છે અથવા નકારી કાઢવામાં આવે છે પરંતુ તે આયર્નની ઉણપના પ્રારંભિક સંકેતોમાંનો એક છે. આમ છતાં લાખો લોકો અજાણ છે કે તેનાથી તેમની દૈનિક ઉત્પાદકતા અને એકંદરે સ્વાસ્થ્ય પર કેટલી ઊંડી અસર થાય છે. 57 ટકા ભારતીય મહિલાઓ એનેમિયાથી પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું છે, તેથી વહેલા નિદાન અને નિવારણની જરૂરિયાત પહેલા કરતાં ઘણી વધી ગઈ છે.
સ્વાસ્થ્ય પ્રત્યેના પોતાના શિસ્તબદ્ધ અભિગમ અને વિવિધ ક્ષેત્રો તથા વયજૂથોના લોકો સાથે જોડાવાની તેમની ક્ષમતા માટે જાણીતા એમએસ ધોની આ અભિયાનમાં વાસ્તવિક વિશ્વસનીયતા લાવે છે. ફિલ્મમાં ધોની લોકોને તેમના શરીરના સંકેતો પર ધ્યાન આપીને અને તેમના આયર્ન સ્તરને ચકાસવા માટેના સક્રિય પગલાં ભરીને પોતાના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ પહેલ અંગે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપરે જણાવ્યું હતું કે, “Arth ખાતે અમારી પ્રતિબદ્ધતા હંમેશા પહેલા શિક્ષિત કરવાની રહી છે, પછી ભલે તે વહેલા ઊંઘવાનું મહત્વ હોય કે આજે આયર્નના મહત્વને સમજવાનું હોય.
અમારો હેતુ લોકોને જ્ઞાનથી સશક્ત બનાવવાનો છે જેથી તેઓ તેમના સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લઈ શકે. ‘ઇન્વેસ્ટ ઇન આયર્ન’ સાથે અમે ઇચ્છીએ છીએ કે ભારત એ સ્વીકારે કે રોજિંદી ઊર્જા અને લાંબા ગાળાના સ્વાસ્થ્યને જાળવવા માટે આયર્નના સ્તરનું ચકાસવું જરૂરી છે. આજે આ સરળ રોકાણ કરવાથી લાખો લોકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.”
આ મિશનને ટેકો આપવા માટે બ્રાન્ડ લોકોને ફક્ત પરીક્ષણ કરાવવા માટે જ નહીં, પણ આયર્નના સેવનને સરળ બનાવવા માટે સુલભ ફોર્મેટ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. ફેરસ એસ્કોર્બેટ સાથે તૈયાર કરાયેલ Arth Iron Gummies સામાન્ય રીતે ઉપલબ્ધ આયર્ન સૉલ્ટ્સ અને સપ્લીમેન્ટ્સની તુલનામાં 67 ટકા વધુ સારું શોષણ પ્રદાન કરે છે, જે તેમને આયર્નના સ્તરને સુધારવા, થાક સામે લડવા અને એકંદર ઊર્જાને ટેકો આપવા માટે અસરકારક પસંદગી બનાવે છે. આ ગમીઝ એક અનુકૂળ, સૌમ્ય અને વપરાશમાં સરળ વિકલ્પ પૂરો પાડે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ પરંપરાગત આયર્ન સપ્લીમેન્ટ્સ સાથે સંઘર્ષ કરે છે.
“ઇન્વેસ્ટ ઇન આયર્ન” પહેલ Arthના સુખાકારી પ્રત્યેના હેતુ-સંચાલિત અભિગમને દર્શાવે છે, જે લોકોને માહિતગાર રહેવા, તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને સારા પરિણામો તરફ દોરી જાય તેવા નાના પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
