9.5 મીટર પહોળાઈ, 700 ટન/કલાક ક્ષમતા: અમ્માનનું નવું AP1000 પેવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની માંગ પૂરી કરશે
અમ્માન ઈન્ડિયાએ CEV V સર્ટિફાઇડ એડવાન્સ્ડ એપી1000 ટ્રેક્ડ પેવર સાથે તેની અપોલો લાઇન-અપ વિસ્તારી
ભારતના રોડ કન્સ્ટ્રક્શન સેક્ટર માટે પર્ફોર્મન્સ, વિશ્વસનીયતા અને ઉત્સર્જન અનુપાલન માટે નવા માપદંડો સ્થાપે છે
મહેસાણા, ભારતની અગ્રણી રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર અમ્માન ઈન્ડિયાએ એપી1000 હાઇડ્રોસ્ટેટિક સેન્સર ટ્રેક્ડ પેવરની રજૂઆત સાથે તેની આઇકોનિક અપોલો સિરીઝના વિસ્તરણની જાહેરાત કરી છે જે હવે લેટેસ્ટ CEV Stage V ઉત્સર્જન ધોરણો સાથે અનુપાલન કરે તે પ્રકારે અપગ્રેડ કરવામાં આવી છે.
અમ્માન ગ્રુપની વારસો ધરાવતી બ્રાન્ડ અપોલો ભારતના રોડ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં વિશ્વસનીયતા, કામગીરી અને નવીનતાનો પર્યાય બની ગઈ છે. વ્હીલ્ડ પેવર કેટેગરીમાં 70 ટકાથી વધુના બજાર હિસ્સા સાથે અપોલો એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા અને ગ્રાહકોના ભરોસા દ્વારા ઉદ્યોગની આગેવાની કરી રહી છે. તદ્દન નવું એપી1000 ટ્રેક્ડ પેવર ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો સાથે સંલગ્ન હોય તેવા ટેક્નોલોજીકલી એડવાન્સ્ડ, હાઇ-પર્ફોર્મન્સ અને ટકાઉ સોલ્યુશન્સ પૂરા પાડવાની અમ્માનની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. Ammann India Expands Its Apollo Line-Up with the Advanced AP1000 Tracked Paver.
ભારતમાં મોટાપાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ઝડપી વિસ્તરણ થઈ રહ્યું છે, જેમાં કનેક્ટિવિટી વધારવા અને મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને આધુનિક બનાવવા જેવા પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ સમયે નવીં એપી1000 એક સમયસર નવીનતા તરીકે રજૂ થયું છે જે અસાધારણ કાર્યક્ષમતા અને કામગીરી સાથે આ મોટા પ્રોજેક્ટ્સને ટેકો આપે છે.
133 kW CEV Stage V-પ્રમાણિત એન્જિન દ્વારા સંચાલિત, એપી1000 ઓછા ઉત્સર્જન સાથે પર્યાવરણીય અસરને ઘટાડીને શ્રેષ્ઠ ઉત્પાદકતા પ્રદાન કરે છે. 9.5 મીટરની મહત્તમ પેવિંગ પહોળાઈ અને 700 ટન પ્રતિ કલાક સુધીની લેડાઉન ક્ષમતા સાથે, તે રાષ્ટ્રની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વાકાંક્ષાઓને વિસ્તારવા અને તેની ગતિને જવાબદારીપૂર્વક તથા ટકાઉ રીતે પૂરી કરવા માટે બનાવવામાં આવ્યું છે.
ઓપરેટરને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલું એપી1000 એક નવું ટચસ્ક્રીન ડિસ્પ્લે ધરાવે છે જે સરળ, વધુ કાર્યક્ષમ કામગીરી માટે ઉચ્ચ કાર્યક્ષમતા અને સાહજિક નિયંત્રણ પ્રદાન કરે છે. તેની અર્ગોનોમિક ડિઝાઇન, વધુ સારી વિઝિબિલિટી અને સરળ સંચાલન કામના સ્થળે મહત્તમ આરામ, નિયંત્રણ અને સલામતી સુનિશ્ચિત કરે છે.
આ પેવર તેની અદ્યતન મટિરિયલ ફ્લો સિસ્ટમ અને હેવી-ડ્યુટી STV5800G સ્ક્રીડ દ્વારા સુસંગત ગુણવત્તા પ્રદાન કરે છે, જે શ્રેષ્ઠ પ્રી-કોમ્પેક્શન અને એકસમાન સરફેસ ફિનિશ સુનિશ્ચિત કરે છે. અમ્માનના મજબૂત આફ્ટરમાર્કેટ નેટવર્ક અને વિશ્વસનીય સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગ્રાહકો તેમના રોકાણમાંથી અસાધારણ અપટાઇમ, ઉત્પાદકતા અને લાંબા ગાળાના મૂલ્યની ખાતરી મેળવી શકે છે.
આ લોન્ચ અંગે અમ્માન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધીરજ પાંડાએ જણાવ્યું હતું કે, “નવા અપોલો એપી1000 સાથે, અમે અપોલોના વિશ્વસનીય વારસાને અત્યાધુનિક ટેકનોલોજી અને કડક ઉત્સર્જન અનુપાલન સાથે જોડીને ભારતના રોડ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ. આ નવું CEV Stage V વેરિઅન્ટ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વિકસતી માંગ પૂરી કરતી કામગીરી, વિશ્વસનીયતા અને ટકાઉપણું પૂરું પાડવા માટે અમ્માનના સમર્પણનું ઉદાહરણ રજૂ કરે છે.” અપોલો એપી1000 ટ્રેક્ડ પેવર (CEV V) હવે અમ્માન ઈન્ડિયાના દેશવ્યાપી સેલ્સ અને સર્વિસ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે.
