Western Times News

Gujarati News

ધરમડી વાંટા ગ્રામ પંચાયતના ૩.૫ કી.મી એપ્રોચ રોડમાં ભ્રષ્ટાચાર થતા જાગૃત નાગરિકનો પતરાના ડબ્બા સાથે અનોખો વિરોધ

 ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય બન્યું છે.બાયડ તાલુકાના ધરમડી વાંટા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગાબટ સીમથી જીતપુર વાંટા સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલ ૩.૫ કિલોમીટર રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગાબટ ગામના જાગૃત નાગરિક પતરાના ડબ્બા સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચતા લોકોમાં અચરજ ફેલાયું હતું

ગાબટ ગામના સિરાજ મોડાસીયા ધરમડી વાંટા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જીતપુર વાંટા થી ગાબટ સીમ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ૩.૫ કિલોમીટરના એપ્રોચ રોડના થોડો સમયમાં ઉબડ-ખાબડ બનતા અને રોડ પરથી ડામર ઉખડી જઈ ધૂળની ડમરીઓ ઉડતા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ગ્રામપંચાયત અને રાજકીય પદાધિકારીઓએ મીલીભગત થી ખાયકી કરી રોડના નિર્માણમાં હલકી કક્ષાનું મટેરીયલ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો

અને રોડના કામમાં થયેલ ભ્ર્ષ્ટાચાર ના કસુવારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી જીલ્લા સેવાસદન માં પતરાના ડબ્બા ઉપર “બાયડ પંચાયતમાં રોડ  માં થયેલ ભ્રષ્ટાચાર બાબત” અને “આર એન્ડ બી દ્વારા થયેલ ભ્રષ્ટાચાર બાબત” ના સૂત્રો સાથે રજુઆત કરવા પહોંચેલ સિરાજ  મોડાસિયાની ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવાની અનોખી રીતથી લોકોમાં અચરજ ફેલાયું હતું  આ અંગે સિરાજ મોડાસીયાએ જણાવ્યું હતું કે જીતપુર વાંટા થી ગાબટ સીમ સુધી માર્ગ અને મકાન વિભાગે બનાવેલ અપ્રોચ રોડ માં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતા આર એન્ડ બી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જીલ્લા વિકાસ અધિકારીને અગાઉ રજુઆત કરવા છતાં ભ્ર્ષ્ટાચારીઓ ને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.