Western Times News

Gujarati News

અમદાવાદમાં ગ્વાલિયા, RK પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓ પર ગંદકી જોવા મળતા સીલ

AI Image

જાહેર રોડ ઉપર ગંદકી, પાન – મસાલા ખાઈને થુકનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સામે મ્યુનિ.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી

(પ્રતિનિધિ) અમદાવાદ,   દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. શહેરમાં જાહેર રોડ ઉપર ગંદકી, પાન – મસાલા ખાઈને થુકનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સામે મ્યુનિ.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં જાહેર રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર 30 દુકાનો સીલ કરી છે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડાયરેકટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ સેનીટેશનને લગતી 726 નોટિસ અને પ્રતિબંધીત પ્લાસ્ટીક અમલવારી અંગેની 369 સહિત કુલ 1095 નોટિસ આપી કુલ રૂપીયા 4.78 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને 22.8 કિ.ગ્રા. જેટલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરના 10520 સફાઈ કર્મચારીઓ દ્વારા મુખ્ય રસ્તાઓની સફાઈની કામગીરી  27 નવેમ્બરના રોજ સવારે કરવામાં આવી હતી.

બપોર બાદ ટોળાં સફાઈ કામગીરીમાં શહેરમાં ફૂટપાથ સાઈડો પરનાં ઇલેક્ટ્રીક ડી.પી.. ટ્રાન્સફોર્મર અને ટેલીફોન ટાવરની પાછળની સાઇડોમાં પડી રહેલા કચરાને દૂર કરવાની કામગીરી કરાવવામાં આવી હતી. શહેરમાં 1815 જેટલા ડોર ટુ ડોર વાહનો દ્વારા શહેરનાં તમામ રહેણાક અને વાણિજયક એકમોનાં 43000થી વધારે જગ્યાએથી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા ગંદકી કરવા બદલ જે એકમો સીલ કરવામાં આવ્યા છે તેમાં સહજાનંદ વેજીટેબલ, નિજાનંદ પાર્ક ની સામે, કર્ણાવતી રોડ, વસ્ત્રાલ, ભગીરથ એસ્ટેટ ની બાજુમાં અમરાઈવાડી, આશાપુરા ટી સ્ટોલ કેવલ કાટા રોડ અમરાઈવાડી, જય અંબે ટી સ્ટોલ કેવલ કાટા રોડ અમરાઈવાડી, શુંપાસવા સ્ટીલ મદ્રાસી રોડ ઓઢવ,

ભૂમિ હેર કટીંગ 80 ફુટ રોડ ઓપોઝિટ ગૌતમ ફ્લેટ્સ, શ્રી ખોડીયાર ઓટો સર્વિસ તુલસી ગુજરાતી થાળી ની બાજુમાં મંગલ પાંડે રોડ, દુકાન નું નામ નથી શિતલ સિનેમા રોડ ગોમતીપુર, ટ્વીન્સ આઈસ શુકન ચોકડી રોડ નિકોલ, નીરવ એલ્યુમિનિયમ, આર.બી. એજન્સી શ્યામ શિખર, સિલાઈ મશીનરી, રતનબા રોડ, ક્રિષ્ના સ્ટોર અને બંધ દુકાન ૧૩૨ ફુટ રોડ, મંગલદીપ લેડીસ ટેલર્સ – કૃષ્ણકુંજ સોસાયટી ની બાજુમાં,

મીર સર્કલ રોડ,જય ચામુંડા ફેશન – નારોલ સબ ઝોનલ પાછળ, કુત્બી ગ્લાસ હાઉસ – નારોલ વટવા ટર્નિગ રોડ, અસલમ આમલેટ,અવિનાશ ટ્રેડર્સ, એક્સાઇડ કેર,icicl bank, એપોલો મેટલ ઇન્ડસ્ટ્રીઝ, અંકિત મોટર્સ મેનરવા હોલ રોડ ઘાટલોડીયા, ગ્વાલિયા બક્લાવા, શિલ્પ અરોન SBR બોડકદેવ, R K પાર્ટી પ્લોટ જોયસ કેમ્પસ સ્કુલ રોડ બોડકદેવ અને ધ વ્હાઈટ કરોન બી બ્લોક પાર્ક બોડકદેવ નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.