Western Times News

Gujarati News

અમદાવાદના ૪ વિસ્તારમાં પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો

નવી દિલ્હી, અમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે, જેને કારણે શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુરુવારે શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૭૭ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો છે.

અમદાવાદમાં સરેરાશ એક્યુઆઇ ૧૭૭ નોંધાયો હતો. વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો ચાંદખેડામાં ૨૦૪, ગ્યાસપુરમાં ૨૫૦, રખિયાલમાં ૨૫૯, બોપલમાં ૧૯૯, સેટેલાઇટમાં ૧૩૪, જ્યારે એરપોર્ટમાં ૨૪૯ જેટલો એક્યુઆઇ નોંધાયો હતો.

ગુજરાતમાં આજે અન્યત્ર અંકલેશ્વરમાં ૧૩૮, સુરતમાં ૨૭૭ જેટલું એક્યુઆઇ નોંધાયું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૧-૩૦૦ વચ્ચે હોય તો ‘ખરાબ, ૩૦૧-૪૦૦ વચ્ચે હોય તો ‘અત્યંત ખરાબ, ૪૦૧-૫૦૦ વચ્ચે હોય તો ‘ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ગુજરાતમાં અન્ય શહેરોની વાત કરીએ તો, સુરતમાં એક્યુઆઈ ૨૭૭ નોંધાયો હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં છે, જ્યારે અંકલેશ્વરમાં એક્યુઆઈ ૧૩૮ નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં ગણાય છે. શહેરીજનોને તંત્ર દ્વારા આ પ્રદૂષણની સ્થિતિમાં માસ્ક પહેરવા અને સવારના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા જેવી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.