મધ્ય પ્રદેશમાં ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર
નવી દિલ્હી, મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના ગૌહરગંજ વિસ્તારમાં ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાવ્યો છે. ૨૧મી નવેમ્બર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આરોપીની ધરપકડની માંગણી સાથે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. પોલીસે ઘટનાના સાતમા દિવસે આરોપી સલમાન ઉર્ફે નઝરને ઝડપી લીધો હતો.
ભોપાલના ગાંધીનગરમાંથી આરોપીની ધરપકડ બાદ, રાયસેન લઈ જતી વખતે ભાગી જવાનો પ્રયાસ કરતા તેનું હાફ એન્કાઉન્ટર કર્યું હતું. નોંધનીય છે કે પોલીસે આરોપી માટે ૩૦,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.અહેવાલો અનુસાર, ભોપાલના ગાંધીનગરમાં ચાની દુકાન પરથી સલમાનની ધરપકડ કરવામાં આવી હતી.
સલમાન ચા પીવા માટે સ્ટોલ પર પહોંચતાની સાથે જ પોલીસે તેને તાત્કાલિક પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતુ કે, પાંજરામાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા પછી તે ફરાર થઈ ગયો હતો અને જંગલ થઈને ભોપાલ પહોંચ્યો હતો.જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, ગાંધીનગર પોલીસે સલમાનને ગોહરગંજ પોલીસને સોંપવાનો હતો.
જ્યારે ગોહરગંજ પોલીસ આરોપીને લઈને પોલીસ સ્ટેશન જવા રવાના થઈ, ત્યારે તેના વાહનમાં પંચર પડી ગયું. તેણે ભાગવાનો પ્રયાસ કર્યાે, જેના પરિણામે તેના પગમાં ગોળી વાગી.
તેને પકડી લેવામાં આવ્યો અને ભોપાલની જેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ દરમિયાન સલમાનની ધરપકડની જાણ થતાં, જય મા ભવાની હિન્દુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્ટેશન દોડી ગયા, પરંતુ આરોપીને ગોહરગંજ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ૨૧મી નવેમ્બર રાતે આરોપી સલમાને ૬ વર્ષની બાળકી પર ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું.
બાળકી હાલમાં ભોપાલ એઈમ્સના આઈસીયુમાં દાખલ છે. ડોક્ટરોએ અહેવાલ આપ્યો છે કે આ ઘટના દરમિયાન પીડિતાને ગંભીર ઈજાઓ થઈ હતી.SS1MS
