ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા બે ભેજાબાજ ઝડપાયા
વિવિધ બેંકો ના એટીએમ કાર્ડ,મોબાઈલ અને રોકડ સાથે બેને ઝડપી પાડતી સાયબર સેલ ટીમ.
ભરૂચ: એટીએમ કાર્ડ મેળવી ખાતા માંથી બારોબાર રૂપિયાનો ઉપાડી ઠગાઈ કરતા બે ભેજાબાજે ને ભરૂચ સાયબર સેલની ટીમે વિવિધ બેંકોના એટીએમ કાર્ડ મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 23315 નાં મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
ભરૂચ જિલ્લામાં બેંકોના એટીએમ બુથમાં રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિઓના એટીએમ કાર્ડ હાથ ચાલાકી થી બદલી તેઓના એકાઉન્ટ માંથી રૂપિયા ઉપાડી લેવાતા હોવાના બનાવની ફરીયાદ નો ભેદ ઉકેલવાના પ્રયાસો એલસીબી અને સાયબર સેલની ટીમે હાથ ધર્યા હતા.
જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને યુમન ઈન્ટેલિજન્સ સોર્સીસ ના ઉપયોગથી મૂળ બિહારના અને હાલમાં મોરબીના હળવદ માં રહેતા અંકિતકુમાર પ્રસાદ તેમના મુળ મધ્યપ્રદેશના અને હાલ વાપી રહેતા અમનસિંહ સંજયસિંહ ને ભરૂચ એલ.સી.બી ઓફિસ પર લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા ભરૂચ ખાતે અલગ અલગ એટીએમ બૂથ પર ફરી પાંચબત્તી ના કમાલ બેકરી ની બાજુમાં આવેલ એસબીઆઈના એટીએમ સેન્ટર પર આવેલ એક વ્યક્તિએ તેનો કાળ મશીન માં નાખતા રૂપિયા ન નીકળતા આ બંને બીજા બાજી તેમને મદદરૂપ થવાનો ઢોંગ કરી તેમનું એટીએમ કાર્ડ હાથ ચાલાકી થી બદલી લઈ બીજું કાર્ડ મશીનમાં નાખી આ ચાલતું નથી કરી પરત આપી નીકળી ગયા હતા જે બાદ એચડીએફસીના એટીએમ સેન્ટર પરથી રૂપિયા ૧૩૫૦૦ ઉપાડી લીધા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બન્ને ભેજાબાજો ની વધુ તપાસ હાથ ધરતા છેલ્લા ચાર-પાંચ મહિના માં વાપી સુરત વલસાડ ખાતે આ રીતે એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી છેતરપિંડી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું પોલીસે બંને ભેજાબાજો ની વિવિધ બેંકના એટીએમ કાર્ડ ઓ મોબાઇલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા 23315 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે. પોલીસની તપાસમાં હજુ આ પ્રકારના વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની સંભાવના છે ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.