Western Times News

Gujarati News

વિદ્યા વાયર્સ લિમિટેડનો IPO 03 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે

પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 48થી રૂ. 52 નક્કી કરવામાં આવ્યો છે

 ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેર્સના ફેસ વેલ્યુની 48 ગણી અને કેપ પ્રાઇઝ ફેસ વેલ્યુની 52 ગણી છે

  • બિડ/ઓફર બુધવાર, 03 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને શુક્રવાર 05 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે (“Bid Dates”)
  • એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર તારીખ મંગળવાર, 02 ડિસેમ્બર, 2025 છે
  • બિડ્સ લઘુતમ 288 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 288 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“ of Bids”)
  • રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ લિંકઃ https://pantomath-web.s3.ap-south-1.amazonaws.com/1764307408438-VidyaWiresLimited-RHP.pdf

અમદાવાદ, 01 ડિસેમ્બર, 2025 – વિદ્યા વાયર્સ લિમિટેડ (The Company) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર 03 ડિસેમ્બર, 2025ના રોજ ખોલશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 48થી રૂ. 52 નક્કી કરવામાં આવી છે (“Price Band”). બિડ્સ લઘુતમ 288 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 288 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

 પ્રત્યેક શેર દીઠ રૂ. 1ની ફેસ વેલ્યુના (“Total Offer Size”) ઇક્વિટી શેર્સના આઈપીઓમાં રૂ. 2,740 મિલિયન (રૂ. 274 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ (Fresh Issue) અને 50,01,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો (“Offer for Sale”) સમાવેશ થાય છે.

 એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 02 ડિસેમ્બર, 2025 છે. બિડ/ઓફર 03 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને 05 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો ઉપયોગ  આ પ્રમાણે કરવાની યોજના ધરાવે છેઃ (1) રૂ. 1,400 મિલિયન (રૂ. 140 કરોડ) જેટલી રકમ પેટા કંપની એએલસીયુમાં નવો પ્રોજેક્ટ ઊભો કરવા માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા (2) રૂ. 1,000 મિલિયન (રૂ. 100 કરોડ) સુધીની રકમ અમારી કંપની દ્વારા મેળવવામાં આવેલા કેટલાક બાકી લેણાંની સંપૂર્ણ કે આંશિક ચુકવણી કે પૂર્વચુકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

 રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર્સનું બીએઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” and together with BSE, the “Stock Exchanges”) જેવા શેર બજારો પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ એ નિયુક્ત શેર બજાર છે.

પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે  (“BRLMs“). અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનના 40 ટકા પૈકી 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જ અનામત રહેશે અને 6.67 ટકા હિસ્સો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ તથા પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે તેમના તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય (“Anchor Investor Allocation Price”).

લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રખાયેલી કેટેગરીમાં ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં ન ફાળવાયેલો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવાઈ શકે છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ઓછા સબ્સ્ક્રીપ્શન કે ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“Net QIB Portion”).

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને (“Non-Institutional Category”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.0 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે તથા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બે સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે  મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો લઘુત્તમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“Retail Category”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે  મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં  યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડવાની રહેશે જેમાં સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 421થી શરૂ થતા “Offer Procedure” શીર્ષક હેઠળનું સેક્શન વાંચો.

કેરએજના રિપોર્ટ મુજબ, વિદ્યા વાયર્સ લિમિટેડ ભારતમાં નાણાંકીય વર્ષ 2025માં સ્થાપિત ક્ષમતાના 5.7 ટકા બજાર હિસ્સા સાથે અમારા ઉદ્યોગમાં ચોથી સૌથી મોટી ઉત્પાદક કંપની છે. કંપની વિવિધ મહત્વપૂર્ણ ઉદ્યોગો અને એપ્લિકેશનો માટે વાઇન્ડિંગ અને કન્ડક્ટિવિટી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. તેમના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પ્રિસિઝન-એન્જિનિયર્ડ ઇનેમલ્ડ વાયર, ઇનેમલ્ડ કોપર રેક્ટેંગ્યુલર સ્ટ્રીપ્સ, પેપર ઇન્સ્યુલેટેડ કોપર કંડક્ટર, કોપર બસબાર અને બેર કોપર કંડક્ટર, સ્પેશિયલાઇઝ્ડ વાઇન્ડિંગ વાયર, પીવી રિબન અને એલ્યુમિનિયમ પેપર કવર્ડ સ્ટ્રીપ્સ વગેરેનો સમાવેશ થાય છે. તેમની પ્રોડક્ટ્સનો ઉપયોગ ઊર્જા ઉત્પાદન અને ટ્રાન્સમિશન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિક મોટર્સ, ક્લીન એનર્જી સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રેલ્વે જેવી કામગીરીઓમાં થાય છે.

કંપનીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારોમાંથી આવક પ્રાપ્ત થાય છે. ભારત સૌથી મોટું બજાર હોવા છતાં 30 જૂન, 2025ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળા અને છેલ્લા 3 નાણાંકીય વર્ષમાં, તેમની પ્રોડક્ટ્સનું 318થી વધુ ગ્રાહકોને વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં 5 ખંડોના 18થી વધુ દેશોના 19થી વધુ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોનો સમાવેશ થાય છે. વર્ષો સુધીની કામગીરીમાં કંપનીએ અદાણી વિલ્મર લિમિટેડ, એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, સ્નેઇડર ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર (ઈન્ડિયા) લિમિટેડ, ઇલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ, હેમન્ડ પાવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, લુબી ઇન્ડસ્ટ્રીઝ એલએલપી, સુઝલોન એનર્જી લિમિટેડ, ટીએમઇઆઇસી ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાન્સફિક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહિતના ગ્રાહકો સાથે સંબંધો વિકસાવ્યા છે, જેમાંથી ઘણા દાયકાઓથી કંપની સાથે સંકળાયેલા છે.

Disclaimer: DISCLAIMER CLAUSE OF THE SEBI:

IT IS TO BE DISTINCTLY UNDERSTOOD THAT SUBMISSION OF THE DRAFT RED HERRING PROSPECTUS TO SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (“SEBI”) SHOULD NOT, IN ANY WAY, BE DEEMED OR CONSTRUED THAT THE SAME HAS BEEN CLEARED OR APPROVED BY SEBI. SEBI DOES NOT TAKE ANY RESPONSIBILITY EITHER FOR THE FINANCIAL SOUNDNESS OF ANY SCHEME OR THE PROJECT FOR WHICH THE OFFER IS PROPOSED TO BE MADE OR FOR THE CORRECTNESS OF THE STATEMENTS MADE OR OPINIONS EXPRESSED IN THE DRAFT RED HERRING PROSPECTUS. THE BOOK RUNNING LEAD MANAGERS, BEING PANTOMATH CAPITAL ADVISORS PRIVATE LIMITED AND IDBI CAPITAL MARKETS & SECURITIES LIMITED HAVE CERTIFIED THAT THE DISCLOSURES MADE IN THE DRAFT RED HERRING PROSPECTUS ARE GENERALLY ADEQUATE AND ARE IN CONFORMITY WITH THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED. THIS REQUIREMENT IS TO FACILITATE INVESTORS TO TAKE AN INFORMED DECISION FOR MAKING AN INVESTMENT IN THE PROPOSED OFFER.

IT SHOULD ALSO BE CLEARLY UNDERSTOOD THAT WHILE THE COMPANY IS PRIMARILY RESPONSIBLE FOR THE CORRECTNESS, ADEQUACY AND DISCLOSURE OF ALL RELEVANT INFORMATION IN THE DRAFT RED HERRING PROSPECTUS, THE BOOK RUNNING LEAD MANAGERS ARE EXPECTED TO EXERCISE DUE DILIGENCE TO ENSURE THAT THE 400 COMPANY DISCHARGE THEIR RESPONSIBILITIES ADEQUATELY IN THIS BEHALF AND TOWARDS THIS PURPOSE, THE BOOK RUNNING LEAD MANAGERS, BEING PANTOMATH CAPITAL ADVISORS PRIVATE LIMITED AND IDBI CAPITAL MARKETS & SECURITIES LIMITED, A DUE DILIGENCE CERTIFICATE DATED JANUARY 11, 2025 IN THE FORMAT PRESCRIBED UNDER SCHEDULE V(A) OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED.

THE FILING OF THE DRAFT RED HERRING PROSPECTUS AND THIS RED HERRING PROSPECTUS DOES NOT, HOWEVER, ABSOLVE THE COMPANY FROM ANY LIABILITIES UNDER THE COMPANIES ACT, 2013, AS AMENDED OR FROM THE REQUIREMENT OF OBTAINING SUCH STATUTORY AND/OR OTHER CLEARANCES AS MAY BE REQUIRED FOR THE PURPOSE OF THE OFFER. SEBI FURTHER RESERVES THE RIGHT TO TAKE UP, AT ANY POINT OF TIME, WITH THE BOOK RUNNING LEAD MANAGERS, ANY IRREGULARITIES OR LAPSES IN THE DRAFT RED HERRING PROSPECTUS.

DISCLAIMER CLAUSE OF BSE LIMITED:

As required, a copy of the Draft Red Herring Prospectus was submitted to BSE. The disclaimer clause as intimated by BSE to our Company, post scrutiny of the Draft Red Herring Prospectus, is as set forth below:

“BSE Limited (“the Exchange”) has given vide its letter dated April 02, 2025, permission to this Company to use the Exchange’s name in this offer document as one of the stock exchanges on which this company’s securities are proposed to be listed. The Exchange has scrutinized this offer document for its limited internal purpose of deciding on the matter of granting the aforesaid permission to this Company. The Exchange does not in any manner: –

  1. a) warrant, certify or endorse the correctness or completeness of any of the contents of this offer document; or
  2. b) warrant that this Company’s securities will be listed or will continue to be listed on the Exchange; or
  3. c) take any responsibility for the financial or other soundness of this Company, its promoters, its management or any scheme or project of this Company

and it should not for any reason be deemed or construed that this offer document has been cleared or approved by the Exchange. Every person who desires to apply for or otherwise acquires any securities of this Company may do so pursuant to independent inquiry, investigation and analysis and shall not have any claim against the Exchange whatsoever by reason of any loss which may be suffered by such person consequent to or in connection with such subscription/acquisition whether by reason of anything stated or omitted to be stated herein or for any other reason whatsoever.

DISCLAIMER CLAUSE OF NSE:

As required, a copy of the Draft Red Herring Prospectus was submitted to NSE. The disclaimer clause as intimated by NSE to our Company, post scrutiny of the Draft Red Herring Prospectus, is as set forth below:

“As required, a copy of this Offer Document has been submitted to National Stock Exchange of India Limited (hereinafter referred to as NSE). NSE has given vide its letter Ref.: NSE/LIST/5125 dated April 02, 2025, permission to the Issuer to use the Exchange’s name in this Offer Document as one of the Stock Exchanges on which this Issuer’s securities are proposed to be listed. The Exchange has scrutinized this draft offer document for its limited internal purpose of deciding on the matter of granting the aforesaid permission to this Issuer. It is to be distinctly understood that the aforesaid permission given by NSE should not in any way be deemed or construed that the offer document has been cleared or approved by NSE; nor does it in any manner warrant, certify or endorse the correctness or completeness of any of the contents of this offer document; nor does it warrant that this Issuer’s securities will be listed or will continue to be listed on the Exchange; nor does it take any responsibility for the financial or other soundness of this Issuer, its promoters, its management or any scheme or project of this Issuer.

Every person who desires to apply for or otherwise acquire any securities of this Issuer may do so pursuant to independent inquiry, investigation and analysis and shall not have any claim against the Exchange whatsoever by reason of any loss which may be suffered by such person consequent to or in connection with such subscription /acquisition whether by reason of anything stated or omitted to be stated herein or any other reason whatsoever.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.