Western Times News

Gujarati News

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, ૩ આતંકવાદીને દબોચ્યા

પ્રતિકાત્મક

આ આતંકવાદીઓ ગેંગસ્ટર નેટવર્કની મદદથી હથિયાર અને વિસ્ફોટકની હેરફેર કરી રહ્યા હતા

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદી મોડ્યુલ પાકિસ્તાનના ઈશારે કામ કરી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં શાહઝાદ ભટ્ટી આ આતંકવાદી મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પંજાબથી ત્રણ આતંકવાદીઓને દબોચ્યા છે.

દિલ્હી પોલીસની એન્ટિ ટેરર યુનિટે સમગ્ર આતંકવાદી મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે. આ આતંકવાદીઓ ગેંગસ્ટર નેટવર્કની મદદથી હથિયાર અને વિસ્ફોટકની હેરફેર કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના લખનૌ-મુરાદાબાદ તથા મધ્ય પ્રદેશથી આતંકવાદીઓ ઝડપાયા છે. આ તમામ આતંકવાદીઓ શાહઝાદ ભટ્ટીના મોડ્યુલમાં કામ કરી રહ્યા હતા.

દિલ્હી પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ આ આતંકવાદી મોડ્યુલને આદેશ આપતા. આ તમામ આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની ૈંજીંના નિર્દેશ પર દિલ્હીમાં હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસને આશંકા છે કે પંજાબ, યુપી અને મધ્ય પ્રદેશમાં આ મોડ્યુલમાં આતંકવાદીઓની ભરતી પણ કરવામાં આવી રહી હતી.

નોંધનીય છે કે શાહઝાદ ભટ્ટીએ જ હાલમાં પંજાબમાં ભાજપ નેતાના ઘર પર ગ્રેનેડ હુમલાની જવાબદારી લીધી હતી. જોકે આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ૧૦ નવેમ્બરે જ દિલ્હીમાં આતંકવાદી હુમલો થયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કાર બ્લાસ્ટમાં ૧૦થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અને લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.