પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૫૫ ફિરકી સાથે બે શખ્સો ઝડપાયા
નડિયાદ, ઉતરાયણને આડે એક મહિનો બાકી છે ત્યારે જીભઈપુરાની સીમમાંથી અને ફિણાવ ભાગોર બે અલગ અલગ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૫૫ ફિરકી સાથે બે યુવકો ઝડપાયા હતા. આ મામલે પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ પોલીસ શનિવારની સાંજે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જીભઈપુરાની સીમ નજીક એક યુવક પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે રેડ પાડતા જીભઈપુરામાંથી હિતેશ રમેશભાઈ ચુનારાને કિંમત રૂપિયા ૧૦,૫૦૦ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૩૫ ફિરકી સાથે ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં મહુધા પોલીસે મહુધા ફીણાવ ભાગોર વિસ્તારમાં થેલી લઈને ઉભેલા શખ્સની પૂછપરછ કરતા શખ્સે સોહીલ મોહમ્મદ બસીર મોહમ્મદ મલેક હોવાની ઓળખ આપી હતી. તેમજ તેની પાસેની થેલીમાંથી કિંમત રૂપિયા ૧૬,૦૦૦ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૨૦ ફિરકી અને રોકડ રકમ રૂ.૨૦૦ મળી આવ્યા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS
