રણદીપ હુડા અને લિન લૈશરામને ત્યાં પારણું બંધાશે
મુંબઈ, ૪૯ વરસની વયે રણદીપ હુડાએ પિતાબનવાના સમાચાર આપ્યા છે. તેણે અને પત્ની લિન લૈશરામને પેરન્ટ્સ બનવાની ઘોષણા કરી હતી. રણદીપ અને લિને લગ્નની બીજી એનિવર્સરીએ પેરન્ટ્સ બનવાના સમાચાર આપ્યા હતા.
રણદીપે સોશ્યલ મીડિયા પર પત્ની લીનને લગ્નની વધામણી આપતા લખ્યું હતું કે અમારો પરિવાર હવે વધી રહ્યો છે અને અમારા ઘરે નાનકડો મહેમાન આવવાનો છે.શનિવારે રણદીપ અને લિન ઇન્સ્ટાગ્રામ પર લિન માતા બનવાની હોવાનું શેર કર્યું હતું. યુગલે જંગલમાં કંમ્પફાયર પાસે બેસીને એક તસવીર શેર કરી હતી.
સાથે કેપ્શન લખ્યું હતું કે બે વરસનો પ્રેમ, એડવેન્ચર અને હવે નાનકડા મહેમાન સાથે થોડું વાઇલ્ડ થવાનું છે. તેમની આ ઘોષણા પછી સોશ્યલ મીડિયા પર પ્રશંસકો અને સેલિબ્રિટિઓએ વધામણી આપી હતી.રણદીપ અને લિન લૈશરામે ૨૦૨૩માં મણિપુર અંદાજમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સાદાઇથી થયા હતા અને લગ્નમાં ખાસ મિત્રો અને અંગત પરિવારજનો સામેલ થયા હતા.SS1MS
