Western Times News

Gujarati News

જનકેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવવા ગુજરાત રાજભવનનું નામ હવેથી ગુજરાત ‘લોકભવન’

ગાંધીનગર, ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમપારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે.

લોક ભવન’ તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર માનનીય રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથીપરંતુ રાજ્યના નાગરિકોસમાજના વિવિધ વર્ગોવિદ્યાર્થીઓસંશોધકોકૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, ‘લોકભવન’નું મૂળતત્ત્વ છે જનતા સર્વોપરી. આ ભવન સરકાર અને રાજ્યના લોકો સાથે સેવા અને સહકારના સંવાદનો સેતુ બને — એ જ આ પરિવર્તનનો મુખ્ય હેતુ છે. રાજભવન માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી સીમિત ન રહેપરંતુ સમાજના કલ્યાણઆશાઓ અને સમસ્યાઓ સાથે જીવંત રીતે જોડાય એ જ સાચા અર્થમાં ‘લોક ભવન’ છે.”

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કેછેલ્લા વર્ષોમાં ગુજરાત રાજભવન દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરાયા છેજેમ કે પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાનયુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણનું મજબૂતીકરણયુવાનો અને શોધાર્થીઓ સાથે સંવાદપર્યાવરણ સંરક્ષણમહિલા સશક્તિકરણ અને આદિવાસી વિકાસને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ. આ નિર્ણય રાજ ભવનના જનસેવાલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવશે.

મહત્વનું છે કે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના ગ્રામ વિસ્તારની મુલાકાત લઈ રાત્રિ નિવાસ કરે છે. તેમજ ગામના અનુસુચિત જાતિ/જનજાતિ પરિવાર સાથે સાદું ભોજન તેમજ ગ્રામસફાઈપ્રાકૃતિક કૃષિવૃક્ષારોપણ અને ગામના સર્વાંગી વિકાસ માટે જનસંવાદ યોજી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.