Western Times News

Gujarati News

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ: ‘વોકલ ફોર લોકલ’ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરશે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – ૨૦૨૫–૨૬ ઃ ૫ ડિસેમ્બર થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી યોજાશે

(પ્રતિનિધિ) અમદાવાદ,  ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૫ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની સેકેન્ડ એડિશનમાં સ્થાનિક વેપારને મજબૂત બનાવવું, પર્યટનને વેગ આપવો અને અમદાવાદને દેશના સૌથી પ્રતિષ્ઠિત રિટેલ અને લાઇફસ્ટાઇલ સ્થળોમાં સ્થાન અપાવવાનો ઉદ્દેશ છે. આ ફેસ્ટિવલ અમદાવાદની ઉદ્યોગસાહસિક ઊર્જાનો ઉત્સવ છે, જેમાં “ગ્લોબલ આકર્ષણ સાથેનું સ્વદેશી” થીમ હેઠળ ગ્રાહકોને જાણીતા બ્રાન્ડ્‌સ તથા ઉભરતા સ્થાનિક કારીગરો સાથે જોડવામાં આવશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ અંતર્ગત ૬ મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા ૧૨થી વધુ હોટસ્પોટ ઝોનને સક્રિય કરવામાં આવ્યા છે. જેમાં સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરીયા–રામબાગ રોડ, વાસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લા ગાર્ડન, મણેકચોક તથા શહેરના અગ્રણી મોલ્સમાં શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમોથી આ ફેસ્ટિવલ જીવંત બની જશે.

આ ઉપરાંત પરંપરાગત રિટેલ કરતાં આગળ વધીને એક સમગ્ર ફેસ્ટિવલનો અનુભવ કરાવશે. ફૂડ અને કુલિનરી અનુભવ, શોપિંગ તથા આર્ટીઝન માર્કેટ, લાઇવ મ્યુઝિક અને સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન માટે વિશિષ્ટ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

વિદેશી પ્રવાસીઓ તથા પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરાયેલા હેરિટેજ વોકિંગ ટૂર્સ અને સિંધુ ભવન રોડ પર આવેલ વેડિંગ શોપિંગ એક્સપિરીયન્સ ઝોન દ્વારા આ સિઝનની જરૂરિયાતોને અનુરૂપ વિશેષ અનુભવ ઉપલબ્ધ કરાવામાં આવશે. ડિજિટલ સગવડતા માટે અધિકૃત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઇલ એપ અને આૅનલાઇન પોર્ટલ દ્વારા મુલાકાતીઓને સરળ આયોજન તથા નૅવિગેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઇલ એપ વપરાશકર્તા અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વિશેષ આૅફર્સ, ઇન્ટરેક્ટિવ નકશા, રિયલ-ટાઇમ ઇવેન્ટ અપડેટ્‌સ અને ગિફ્‌ટ વાઉચર રીડમ્પશનની સગવડ છે.

એપમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શોપર પાસ પણ ઉપલબ્ધ છે, જે શહેરભરમાં ફેલાયેલા ફેસ્ટિવલ લાભોનો મુખ્ય પ્રવેશદ્વાર છે. ૫ ડિસેમ્બર ૨૦૨૫ની આતુરતા સાથે સમગ્ર અમદાવાદ દેશ-વિદેશના મુલાકાતીઓને વેપાર, સંસ્કૃતિ અને સમાજના આ ભવ્ય ઉત્સવમાં આવકારવા આતુર છે. એએસએફ શહેરની રીટેલ ઇનોવેશનની દ્રષ્ટિ સાથે તેની સમૃદ્ધ વારસો અને પ્રગતિશીલ ઉદ્યોગસાહસિક ભાવનાનો સન્માન કરતું અનોખું મંચ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.