ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ૩જો દિક્ષાંત સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) આણંદ, ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ૩જો દિક્ષાંત સમારંભ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડૉ. અભિજાત શેઠ તથા અતિથિવિશેષ તરીકે બેઝિક હૅલ્થકૅર સર્વિસિસ ઉદયપુરના કો-‘ફાઉન્ડર અને ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પવિત્ર મોહન હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. ગૌરી ત્રિવેદી, સેક્રેટરી શ્રી અમિત પટેલ, મંડળના પૂર્વ સેક્રેટરી શ્રી જાગૃત ભટ્ટ, પ્રોવોસ્ટ ડૉ. અભય ધરમસી, રજીસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી, ડીન રિસર્ચ ડૉ. માધવી પટેલ, પ્રમુખસ્વામી મેડિકલ કાલેજના ડીન ડૉ. સ્વપ્રીલ અગ્રવાલ, કે.એમ. પટેલ ઈન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડૉ. આર હરિહરા પ્રકાશ, શ્રીમતિ એલ.પી. પટેલ ઈન્સ્ટિટ્યૂટ આૅફ એલાઈડ હૅલ્થ સાયન્સિસ ઍન્ડ ટૅકનોલાજીના પ્રિન્સિપાલ ડૉ. સોનલ ચિત્રોડા, “શ્રી જી.એચ. પટેલ કાલેજ આૅફ ર્નસિંગ અને ઈન્સ્ટિટ્યૂટ આૅફ ર્નસિંગ સાયન્સિસના પ્રિન્સિપાલ પ્રોફેસર શેની થોમસ તથા ભાઈકાકા યુનિવર્સિટીની ફૅકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.
પ્રોવોસ્ટ ડૉ. અભય ધરમસીએ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો.
મુખ્ય અતિથિ ડૉ. અભિજાત શેઠે જણાવ્યું હતું કે, દરેક ડોક્ટરની સફળતા ફક્ત માહિતી પ્રાપ્ત કરવી નથી પરંતુ એ જ્ઞાનને પ્રેક્ટિસમાં ઉપયોગ કેવી રીતે કરવો અને સારા મેડિકલ પ્રેક્ટિશનર બનવા માટે જીવનમાં સતત શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે. દરેક વિદ્યાર્થીએ પોતાને માન આપવું અને અન્યને પણ માન-સન્માન જાળવા રાખવા ન્ એવી મૂલ્યોને અનૂસરવા જોઈએ.
અતિથિ વિશેષ ડૉ. પવિત્ર મોહને જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પોતાની સેવાઓનો હેતુ નક્કી કરવો જોઈએ જેમ કે, નૈતિકતાવાળી પ્રેક્ટીસ કરવી, સમુદાયની સેવા કરવી વગેરે. તેમજ વિવિધ સંસ્થાઓમાંથી મળતા વિવિધ વિચારો અને અનુભવોને સ્વીકારીને પોતાની દ્રષ્ટિને વિસ્તૃત કરવી જોઈએ.
_પ્રેસિડન્ટ ડૉ. ગૌરી ત્રિવેદીએ જણાવ્યું કે, એક ઉમદા વિચારધારાથી સમાજની સેવા કરવાના હેતુથી આ સંસ્થાની સ્થાપના સ્થાપક અધ્યક્ષ ડૉ. એચ.એમ. પટેલે કરી હતી. જેથી આ સંસ્થાના મૂલ્યોને અનુસરીને વિદ્યાર્થીઓએ દર્દી પ્રત્યે કરૂણા દાખવવી ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમના અંતે કંટ્રોલર આૅફ એક્ઝામિનર ડૉ. અશોક નાયરે હાજર સર્વેનો આભાર માન્યો હતો.
આ તૃતિય દિક્ષાંત સમારોહમાં ૪૯૬ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ ઍનાયત કરવામાં આવી હતી જેમાં પી.એચ.ડી.ના ૪, ડી.એમ. ૩, એમ.ડી.એમ.એસ. ૧૮૦, માસ્ટર ઈન ફીઝિયોથેરાપી ૧૯, એમ.એસ.સી ર્નસિંગ ૩, એમ.એસ.સી. મેડિકલ ટૅકનોલાજી ૧૦, એમ.બી.બી.એસ. ૧૪૦, ન્ બૅચલર ઈન ફીઝિયોથેરાપી ૨૦, બી.એસ.સી. ર્નસિંગ ૩૮, બી.એસ.સી. મેડિકલ ટેકનોલાજી ૪૦,
પી.જી. ડિપ્લોમા ૬, ડિપ્લોમા મેડિકલ ટૅકનોલાજી ૨૦, ડિપ્લોમા યોગા ૧૬નો સમાવેશ થાય છે. આ દિક્ષાત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૧૦ વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે ગોલ્ડ મૅડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બૅચલર આૅફ ફીઝિયોથેરાપીના ધાર્મિક પટેલ,
માસ્ટર ઈન ફીઝિયોથેરાપીના શ્રેયાબેન પટેલ, બી.એસ.સી. મેડિકલ ટૅકનોલાજીના હિક્ષુબેન પટેલ, એમ.એસ.સી. મૅડિકલ ટૅકનોલાજીના હિરલ ગામી, એમ.બી.બી.એસ.ના ઓમ જયસ્વાલ, બેઝિક મેડિકલ સાયન્સના હર્ષકુમાર દરજી અને પૂર્વા ટેલર, ક્લિનિકલ સાયન્સના રશ્મિતા પાલ અને કાજલ બેન મિશ્રા અને બી.એસ.સી. ર્નસિંગના હિમાંશીબેન પટેલનો સમાવેશ થાય છે.
