ઈઝરાયેલે રાફાની સુરંગમાં ફસાયેલા ૪૦ આતંકીઓને ઠાર કર્યા
તેલઅવીવ, ઈઝરાયેલે દાવો કર્યાે છે કે સુરંગમાં ફસાયેલા હમાસના ૪૦ આતંકીઓને ઠાર કરી દીધા છે. આ આતંકીઓ ગાઝાના દક્ષિણમાં આવેલા રાફાની સુરંગમાં હતા.
ઈઝરાયેલની સેનાએ રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, હથિયારોથી સજ્જ આતંકીઓને ખતમ કરવા માટે રાફામાં આવેલી સુરંગોને નષ્ટ કરી દીધી છે. ગત સપ્તાહે સુરંગોની અંદર ૪૦થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ પહેલા પણ ઈઝરાયેલ રાફામાં કેટલાક આતંકીઓને મારી દીધા અને ધરપકડ કર્યાનો દાવો કરી ચૂક્યું છે.
જોકે, ઈઝરાયેલના દાવાની સામે હમાસે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાફાની જમીનની નીચે(સુરંગોમાં) છેલ્લા નવ મહિનાથી એટલે કે માર્ચ-૨૦૨૫થી લગભગ હમાસના ૨૦૦ આતંકી ફસાયેલા છે.
હમાસની માંગ છતાં ઈઝરાયેલ તેમને બહાર નીકળવાનો રસ્તો આપવા માટે તૈયાર નથી. મીડિયા અહેવાલ મુજબ રાફામાં હમાસના અનેક આતંકવાદીઓનો છેલ્લા સાતેક મહિનાથી સંપર્ક થઈ શક્યો નથી. કદાચ, એ જાણતા નહીં હોય કે હવે શસ્ત્રવિરામ લાગુ થઈ ચુક્યો છે.
આ પૈકી એક આતંકીએ કહ્યું કે હજુ સુરંગોમાં ફસાયેલા અમારા સાથીઓને બહાર કાઢવા માટે શસ્ત્રવિરામ લાગુ રાખવો જરુરી છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને ૬ નવેમ્બરે ઈઝરાયેલ અને હમાસની વચ્ચે એક સમજૂતિ થઈ હતી. આ અંતર્ગત હમાસના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવાનો રસ્તો આપવામાં આવે. ઈઝરાયેલ તેમને મારી નાંખવાને બદલે કોઈ ત્રીજા દેશમા કે ગાઝાના અન્ય ભાગોમાં જવાની તક આપે. જોકે, ઈઝરાયેલ આ માટે સંમત થયું નહીં.SS1MS
